વલસાડના ધરમપુર રોડ અંગે કલેક્ટરનું નિવેદન આવ્યું છે. NH-56ના બ્રિજની ચકાસણી કરવામાં આવી છે. બ્રિજના પિલ્લરમાં ડેમેજ છે જેનું સમારકામ કરવામાં આવશે.બ્રિજની રેલિંગનું રિપેરિંગ થશે, બ્રિજની હાલત સારી છે. સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો.સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હાથ ધરાઇ કામગીરી, સ્ટેબિલિટી સારી હોવાથી અવરજવર માટે ચાલુ છે.


ધરમપુર રોડ અંગે કલેક્ટરનું નિવેદન 

વલસાડ જિલ્લાના ધરમપુર બાય પાસ રોડ નેશનલ 56 ના બ્રિજ અંગે જિલ્લા કલેકટરનું નિવેદન, બ્રિજ સંપૂર્ણ પણે સારો છે એની એક વાર ચકાસણી થઇ છે ત્યાર પછી મીડિયાના એહવાલ પછી સ્પેશિયલ ટિમ દ્વારા ચકાસણી કરાઈ છે. બ્રિજના પિલ્લરોમાં જે ડેમેજ છે એનું સમારકામ કરાવવામાં આવશે. બ્રિજની રેલિંગોનું સમારકામ થશે અને હાલ બ્રિજ સંપૂર્ણ પણે સારો છે.

બ્રિજના પિલ્લરમાં ડેમેજ છે 

એક દિવસ પેહલા સંદેશ ન્યુઝ એ એહવાલ કર્યો હતો. સંદેશના એહવાલ બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. બ્રિજ અવરજવર માટે બંધ ન કરી શકાય બ્રિજની સ્ટેબીલિટી સારી છે. બ્રિજ સંપૂર્ણ પણે સારો છે એની એક વાર ચકાસણી થઇ છે ત્યાર પછી મીડિયાના એહવાલ પછી સ્પેશિયલ ટીમ દ્વારા ચકાસણી કરાઈ છે. 


  • Follow us on: