વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે ધરમપુર તાલુકાના ધામણી અને કપરાડાના કુંડાને જોડતો લો-લેવલ બ્રિજ ફરી એકવાર પાણીમાં ગરકાવ થયો હતો. આ બ્રિજ પર પાણી ફરી વળતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તેમના વાહનો ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ બ્રિજની સમસ્યા નવી નથી. ચોમાસામાં લગભગ ચાર મહિના સુધી આ બ્રિજ પાણીમાં ડૂબેલો રહેતો હોય છે. જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે.
બ્રિજ પર પાણીનો પ્રવાહ વધતા વાહનચાલકો અટવાયા













