માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ થવાના બનાવો વધતા જઈ રહ્યા છે. જેમાં ઘણા કિસ્સાઓમાં ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું અવસાન થવાથી આખો પરિવાર નોંધારો બની જતા તેઓનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. આવા કેસમાં આંશિકરૂપે મદદ કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રન મોટર અકસ્માતોના પીડિતોને વળતર, 2022 અમલમાં મુકવામાં આવી છે. જેમાં હીટ એન્ડ રનના (અજાણ્યા વાહનની ટક્કર)ના કેસમાં મૃત્યુ થાય તો રૂ. 2 લાખ અને ગંભીર ઈજાના કેસમાં રૂ. 50 હજારની આર્થિક વળતરની જોગવાઈ કરવામાં આવી છે.
21 મૃતકોના વારસદારોને વળતરની મંજૂરીના હુકમ એનાયત કર્યા













