વલસાડમાં માનવતાને શર્મસાર કરે તેવો એક કિસ્સો પ્રકાશમા આવ્યો હતો. સેલવાસના સામાજીક કાર્યકર્તાએ ડુંગરી ગામમાં બંધક બનાવેલા 4 માછીમારોને છોડાવાયા હતા. ગરીબ માછિમારોને બંધક બનાવી કામ કરાવાતું હતું. યુવાનોને પગે સાંકળ બાંધી દયનીય સ્થિતિમાં રખાયા હતા. સેલવાસના એક સામાજિક કાર્યકરની હિંમત અને સુઝબુઝને કારણે આ ચારેય યુવાનોને બંધક બનાવતી ગેંગની કેદમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.


પગે સાંકળો બાંધીને મજૂરી કરાવતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ડુંગરી ગામના એક માછીમાર દ્વારા આ ચાર યુવાનોને મજૂરી કરવાના બહાને લાવવામાં આવ્યા હતા અને તેમને બંધક બનાવીને બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું હતું. આ યુવાનોને પગમાં સાંકળો બાંધીને અમાનવીય રીતે રાખવામાં આવતા હતા. સેલવાસની એક હોટલમાં કામ કરતા એક યુવકને આ અંગે માહિતી મળી. તેણે પોતાની હિંમત દર્શાવીને મોબાઈલ ફોન દ્વારા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. દાદરા અને નગર હવેલીની સરહદે આવેલા વલસાડ જિલ્લાના ડુંગરી ગામમાં કેટલાક ગરીબ કામદારોને બંધક બનાવીને કામ કરાવવામા આવી રહ્યું હતું.

સેલવાસમાં હોટલમાં કામ કરતા યુવકે હિંમત કરી છોડાવ્યા

સેલવાસમા એક હોટલમાં કામ કરતા યુવકે પોતાની હિંમતથી યુવકોને છોડાવ્યા. મોબાઈલની મદદથી બંધક બનાવતી ગેંગનો પર્દાફાશ કરવામા સફળતા મેળવી હતી. આ યુવકે તત્કાલ સેલવાસના સામાજિક કાર્યકર્તાનો સંપર્ક કર્યો અને તેમને આ અંગેની જાણકારી આપી. સામાજિક કાર્યકર્તાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોલીસ આ મામલે જાણ કરી હતી, ત્યારબાદ કાર્યવાહી કરીને આ ચારેય બંધક યુવાનોને બચાવવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

  • Follow us on: