વલસાડમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી વિવાદ વકર્યો છે, વાંસદા ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં નડગધરી ગામે યોજાઈ બેઠક બેઠકમાં ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખો ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકસભામાં 24 જુલાઈના રોજ પ્રોજેક્ટનો DPR મંજૂર કરાયો હોવાના દાવા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ સમગ્ર બાબતે MLA અરવિંદ પટેલે DPR રજૂ થયાનો દાવો નકાર્યો છે..


14 ઓગસ્ટે જન આક્રોશ રેલી કાઢવા માટે આહવાન કરાયું

અનુસૂચિત વિસ્તારોમાં ડેમ બનવાથી લોક વિસ્થાપન અને પ્રાકૃતિક સંસાધનોના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બેઠકમાં ત્યારે 14 ઓગસ્ટના રોજ ધરમપુરના બિરસામુંડા સર્કલથી મામલદાર કચેરી સુધી જન આક્રોશ રેલી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે સ્પષ્ટતા કરી છે કે લોકસભામાં આવો કોઈ DPR રજૂ થયો નથી. તેમણે જણાવ્યું કે ભાજપ સરકારે આ પ્રોજેક્ટને અગાઉથી જ મોકૂફ રાખવાનો જાહેર નિર્ણય લીધો છે.આ મુદ્દે સરકાર અને સ્થાનિક આદિવાસી સમાજ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે અનેક રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે, ત્યારે અનંત પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 14 તારીખે જન આક્રોશરેલી મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આહવાન કરાવ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે 14 તારીખ પહેલા સરકારનું સ્ટેન્ડ શુ રહેશે.

  • Follow us on: