વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા આયોજિત ઓપરેશન હન્ટ અંતર્ગત ત્રણ મહિનામાં ગુનાઓના સંડોવાયેલા આરોપીઓ સામે મોટી સફળતા મળી છે. વલસાડ પોલીસે ઝડપી કામગીરી કરતા 112 જેટલા ગંભીર ગુનાઓના આરોપીઓને ઝડપ્યા છે. આ કાર્યવાહી દરમિયાન જે ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ગૂનાખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.


38 વર્ષથી ફરાર આરોપી સહિત અનેક વોન્ટેડ ઝડપાયા

પોલીસે માહિતી આપી હતી કે, અનેક આરોપીઓ એવા હતા જેઓના નામે ઇનામ પણ જાહેર કરાયું હતું અને પોલીસ પકડથી દૂર રહેવા પ્રયત્નો કરતા હતા. ખાસ વાત એ છે કે, કેટલાક આરોપીઓ છેલ્લા 38 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યાં હતા, પરંતુ હવે તેઓ પણ કાયદાની જકડમાં આવ્યા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે વલસાડ પોલીસની વિશેષ ટીમો સતત દેખરેખ રાખી રહી હતી અને વિવિધ જગ્યાએ રેડ કરતાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ આરોપીને તેમના ગુનાઓ મુજબ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગંભીર ગુનાઓ પર પોલીસની ચાંપતી નજર

આ પહેલા પણ પોલીસે અમરેલીના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામના બહુ ચર્ચિત ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘુસ્યા હતા, પરંતુ વૃદ્ધ દંપતિ જાગી જતા ચોરી કરવાના બદલે વૃદ્ધ દંપતિની હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યાના ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા અને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

  • Follow us on: