વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારની સુવિધાઓ મજબૂત અને સરળ બનાવવા હેતુસર પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગો અને બ્રિજની મરામત અને વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પાણીની યોગ્ય નિકાસ માટે જરૂરી સુધારા
સારંગપુર એપ્રોચ રોડ બ્રિજ પર ચોમાસાના કારણે બંધ થયેલા બ્રિજનું બાધકામ, સ્લેબ જોડાણો, ગાર્ડરેલ અને સલામતી મજબૂતી કામગીરી હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓવાડા–રોહિતવાસ રોડ, કલવાડા સહકાર રોડ તેમજ વલસાડ તાલુકાના અન્ય ગ્રામ્ય માર્ગો પર રોડ લેવલિંગ, જંગલ કટિંગ અને પાણીની યોગ્ય નિકાસ માટે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.













