વાવ થરાદ જિલ્લાના ભાભર નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિએ કચરાના નિકાલની માગ કરનારા વેપારીને લાફો મારી દેતાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે વેપારીએ મહિલા પ્રમુખના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


 વોટ્સેપ ગૃપમાં વેપારીએ કચરાના ફોટા મોકલ્યા

ભાભર નગરપાલિકા હદ વિસ્તારમાં કચરાના નિકાલ માટે વિવાદ થયો છે. વોટ્સેપ ગૃપમાં એક વેપારીએ કચરાના નિકાલ માટેની ફરિયાદ કરી ફોટા મોકલ્યા હતા જે નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિને ગમ્યું ન હતું.

બાલુભા રાઠોડને ખોટુ લાગ્યું

વેપારીએ વોટ્સગૃપમાં કચરાના ફોટા મોકલતા નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ બાલુભા રાઠોડને ખોટુ લાગ્યું હતું અને વેપારીને નગરપાલિકામાં બોલાવીને તેની સાથે ગેરવર્ત કરી અપશબ્દો બોલ્યા હતા અને લાફો માર્યો હતો.

મહિલા પ્રમુખના પતિ બાલુભા રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ

આ મામલે વેપારી હરેશ સોનીએ મહિલા પ્રમુખના પતિ બાલુભા રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેપારી સાથે કરાયેલા ગેરવર્તનના પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહી કરાય તેવી માગ કરાઇ રહી છે.


  • Follow us on: