ગીર સોમનાથના વેરાવળના દરિયામાં પાંચ લોકો તણાયા હોવાની ઘટના બની છે. જો કે તેમાંથી ચાર યુવકને બચાવી લેવાયા છે પણ યુવતી તણાઇ હોવાના અહેવાલ છે અને તેની શોધખોળ કરાઇ રહી છે.


પાંચ લોકો દરિયામાં તણાયા

વેરાવળના આદરી બીચ પર ચોંકાવનારી ઘટના બની છે જ્યાં પ્રિ વેડિંગ શૂટ કરવા આવેલા પાંચ લોકો દરિયામાં તણાયા હતા. જતણાયેલા લોકોએ મદદનો પોકાર કર્યો ત્યારે બીચ પર હાજર રહેલા લોકોએ તમામને બચાવાની કોશિશ કરી હતી.

ચાર યુવકોને તત્કાળ બચાવી લીધા

સ્થાનિકોએ તણાઇ રહેલા પાંચ પૈકી ચાર યુવકોને તત્કાળ બચાવી લીધા હતા પણ એક યુવતી દરિયામાં તણાઇ ગઇ હતી જેની શોધખોળ હાલ ચાલી રહી છે.

પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે આ પાંચ યુવક યુવતી આવ્યા હતા

પ્રિ-વેડિંગ ફોટો શૂટ માટે આ પાંચ યુવક યુવતી આવ્યા હતા જ્યાં દરિયાની લહેરમાં તેઓ તમાયા હતા. તણાયેલી યુવતીની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે.


  • Follow us on: