રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થશે. ખાસ કરીને વહેલી સવારે લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થશે.
લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજી 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે.
