ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટીવિટી શરૂ થઈ છે. આગામી ચોથી જૂન સુધી વરસાદી વાતાવરણ રહેશે. રાજ્યમાં આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. આજે રાજ્યના 10 રાજ્યોમાં આંધી તોફાન સાથે 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.આજે 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

IPL 2026ની ફાઈનલમાં વરસાદનું સંકટ

આજે અમદાવાદના નમો સ્ટેડિયમમાં IPL 2026ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મહામુકાબલો રમાવાનો છે.સાંજે 7.30 વાગ્યાથી શરૂ થનારી આ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.દેશ-વિદેશથી હજારો ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચ્યા છે.ત્યારે વરસાદ IPL ફાઈનલમાં વિઘ્ન ઉભું કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. ગઈ કાલે અમદાવાદના વાસણા, ઉસ્માનપુરા, રાણીપ, મણીનગર, દરિયાપુર, નિકોલ, નારોલ, નરોડા અને જશોદાનગરમાં વરસાદ ખાબક્યો હતો.

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે પવન સાથે વરસાદ

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે અનેક રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેતરોમાં ઉભા અને કાપેલા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે.ભર ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતાં. વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો. પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

[[$alsoread]]

અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ

અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. મોડી રાત્રે મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર, ધનસુરા, શામળાજી, સાંઠંબા અને ભિલોડામાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. માલપુરના મુખ્યમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. મેઘરજમાં વાસણા, પહાડીયા અને બેડઝ્ પંથકમાં વરસાદ ખાબક્યો હતો. રેલ્લાવાડા અને જીતપુર સહિતાના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી લોકોને મોટી રાહત મળી છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ

બીજી તરફ વડોદરાના શિનોર પંથકના અવાખલ, સાધલી, તેરસા સહિતના ગામોમાં વરસાદ થયો હતો.અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજુલા શહેરમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો.ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ખેરાલુ, સતલાસણા અને વડનગર પંથકમાં પણ વરસાદ થયો હતો. વીજળીના ચમકારા અને પવન સાથે વરસાદ થયો હતો.

આ પણ વાંચોઃ Gandhinagar News: કાયદા વિભાગમાં 18 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી



  • Follow us on: