અરવલ્લી જિલ્લામાં હવામાનમાં આવેલા અણધાર્યા પલટાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વધારી દીધી છે. મેઘરજ તાલુકાના જીતપુર ગામે વહેલી સાંજે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે વંટોળના કારણે જીતપુર ગામમાં આવેલા એક મકાનની છત હવામાં ઉડી ગઈ હતી અને ત્યારબાદ મકાનની મજબૂત દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.


[[$googlead]]

પશુઓનું દિલધડક રેસ્ક્યૂ, મોટી દુર્ઘટના ટળી

દીવાલ જે સમયે ધરાશાયી થઈ તે સમયે તેની બાજુમાં જ પશુઓ બાંધેલા હતા. દીવાલનો મોટો કાટમાળ પશુઓ પર પડતાં જ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ગ્રામજનોએ ભારે હિંમત અને તત્પરતા દાખવીને તાત્કાલિક કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને તમામ પશુઓને કોઈપણ મોટી ઈજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સદનસીબે આ ઘટના સમયે કોઈ માનવ હાજરી ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે, પરંતુ ગરીબ પરિવારના આશરા સમાન મકાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

તંત્ર દ્વારા આગામી બે દિવસ માટે એલર્ટ

આ ઘટના વચ્ચે હવામાન વિભાગ દ્વારા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ આગામી બે દિવસ સુધી તીવ્ર પવન, ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. હવામાનની આ ગંભીર સ્થિતિને જોતા સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર કચેરી દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, કાચા મકાનો કે મોટા વૃક્ષો અને વીજળીના થાંભલા નીચે આશ્રય ન લેવા તેમજ સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

[[$alsoread]]

આ પણ વાંચો: Anand: ધર્મજ રોડ પર રિક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત, બાળકીનું મોત અને 3 ગંભીર

  • Follow us on: