આજે સમગ્ર વિશ્વમાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ યોગા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે. ગાંધીનગરના માણસા ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જ્યાં મુખ્યમંત્રીએ વિવિધ યોગાસન કર્યા હતાં. આ ઉપરાંત અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ કર્યા હતાં.  


વડોદરામાં સમા ખાતે યોગ દિવસની ઉજવણી

વડોદરામાં સમા ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોગા દિવસની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી હાજર રહ્યા હતાં. તેમણે વિવિધ યોગાસન કર્યા હતાં. આ કાર્યક્રમમાં શહેરમાથી મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતાં. જીતુ વાઘાણીની સાથે સ્થાનિક નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. 

થરાદમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી

ઉત્તર ગુજરાતમાં નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની આગેવાનીમાં યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતાં. નાગરિકો અને જિલ્લાના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં અને વિવિધ યોગાસનો કર્યા હતાં.  

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોગ ઉત્સવ

ગીર સોમનાથ જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લોકોએ યોગ કર્યા હતાં. અરબી સમુદ્રના તટ પર લોકોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. અહીં સાંસદ, કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ યોગ દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતાં. મોટી સંખ્યામાં બાળકો અને સામાજિક સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. લોકોએ વડાપ્રધાન મોદીના યોગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. 


આ પણ વાંચોઃ Gujarat News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં યોગ કર્યા


  • Follow us on: