- નિરમા યુનિવર્સિટી પાસે હિટ એન્ડ રન
- અજાણ્યો વાહન ચાલક દંપતીને ટક્કર મારી ફરાર
- વાહનની ટક્કરમાં મહિલાનું નીપજ્યું મોત
અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગેની માહિતી અનુસાર અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણવદેવી સર્કલ નજીક નિરમા યુનિવર્સિટીના વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે દંપત્તિને ટક્કર મારી ભાગી ગયો હતો.
જે પછી ટુવ્હીલર પર સવાર દંપત્તિમાંથી મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે પુરુષને પણ સામાન્ય ઈજા પહોંચી છે. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અજાણ્યા કાર ચાલક ફરાર વ્યક્તિ વિરુદ્ધ તપાસ તેજ બનાવી છે.













