ઓપરેશન સિંદૂરમાં અગ્નિવીરોની શક્તિ સ્પષ્ટપણે સામે આવી ગઈ હતી. આ યુદ્ધ જેવા ઓપરેશનમાં 3000 અગ્નિવીર આ ઓપરેશનનો ભાગ બન્યા હતા. અગ્નિવીરોએ ચાર વિશિષ્ટ ક્ષેત્રોમાં સેવા આપી હતી. ગનર્સ, ફાયર કંટ્રોલ ઓપરેટર્સ, રેડિયો ઓપરેટર્સ અને બંદૂકો અને મિસાઇલોથી સજ્જ ભારે વાહનોના ક્રૂ સભ્યો તરીકે સફળ રહ્યા હતા. તેમના આ શક્તિ પ્રદર્શનથી અગ્નિપથ યોજના પર ચાલી રહેલી ચર્ચાનો અંત લાવવાનો પરોક્ષ જવાબ મળી ગયો ગણાય.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતની સેના દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’માં લગભગ 3000 અગ્નિવીરોએ ભાગ લીધો હતો. આ યુવાન સૈનિકોની સરેરાશ ઉંમર માત્ર 20 વર્ષ છે. છેલ્લા બે વર્ષમાં અગ્નિપથ યોજના હેઠળ તેમની ભરતી કરવામાં આવી છે. તેમણે ભારતીય સેનાના હવાઈ સંરક્ષણ એકમોમાં શસ્ત્રો અને સિસ્ટમોનું સંચાલન કર્યું હતું.
અગ્નિવીરોએ પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા
પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી ભારતીય લશ્કરી થાણાઓ, એરપોર્ટ અને શહેરો પર હુમલો કર્યો, પરંતુ અગ્નિવીરોએ દેશની રક્ષા માટે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. અગ્નિવીરોએ પહેલીવાર યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કર્યો અને પાકિસ્તાની હુમલાઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમની હિંમત અને કૌશલ્ય નિયમિત સૈનિકો જેટલા જ હતા. અનેક હવાઈ સંરક્ષણ એકમોમાં ૧૫૦-૨૦૦ અગ્નિવીરોને તૈનાત કરવામાં આવ્યા હતા, જેમણે પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા.
આકાશ તીરના સંચાલનમાં મહત્વની ભૂમિકા
અગ્નિવીરોએ આકાશ તીરને સક્રિય અને સંચાલિત કરવામાં પણ મદદ કરી હતી. તે ભારતના હવાઈ સંરક્ષણ પ્રતિભાવનો મુખ્ય આધાર બની ગયો છે. અગ્નિવીરોએ ખભા પરથી છોડવામાં આવતી મિસાઇલો ચલાવવા, L-70 અને Zu-23-2B જેવી વિમાન વિરોધી બંદૂકો ચલાવવા, પેચોરા, શિલ્કા, OSA-AK, સ્ટ્રેલા અને તુંગુસ્કા જેવી ઓપરેટિંગ સિસ્ટમ્સ ચલાવવા અને આકાશ અને અન્ય સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોને તૈનાત અને લોન્ચ કરવામાં સક્રિયપણે ભાગ લીધો હતો.
પહેલગામના હુમલા બાદ પાકના આતંકી ઠેકાણાઓનો નાશ
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયો હતો. આ હુમલામાં નિઃશસ્ત્ર લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરી. આ પછી, ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી અને 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતે પાકિસ્તાનના આતંકવાદને ભારે ફટકો આપ્યો. પાકિસ્તાનમાં 9 થી વધુ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો. પરંતુ પહેલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.