જિલ્લા રોજગાર વિનિમય કચેરી - બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ટાટા મોટર્સ, ટેક્ષસ્પીન બેરીંગ્સ, આર.એમ.પી. બેરીંગ્સ અને રીયલ સ્પીનટેક્ષમાં વિવિધ જગ્યા માટે ૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦/ધોરણ-૧૨ પાસ/આઇ.ટી.આઇ/ડિપ્લોમા/સ્નાતકની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનારાઓ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળામાં ભાગ લઈ શકશે.


ઓનલાઈન પોર્ટલ

રોજગાર ઇચ્છુકોએ આઇ.ટી.આઇ.-રાણપુર, ગીરનારી આશ્રમ પાસે, પાળીયાદ રોડ, રાણપુર ખાતે તા.૧૮/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે અનુંબંધમ વેબપોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પરથી જોબસીકર તરીકે નોંધણી કરવાની રહેશે.

જોબફેર

નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા.જિલ્લા રોજગાર અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.

વડોદરામાં પણ મેળાની શરૂઆત

મદદનીશ નિયામક (રોજગાર )કચેરી, વડોદરા દ્વારા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાની તારીખ 8થી શરૂઆત થઈ ગઈ છે. આ ભરતી મેળા તારીખ 29 નવેમ્બર સુધી ચાલશે. વડોદરા જિલ્લામાં બે રાજગાર કચેરી આવેલ છે. મદદનીશ નિયા રોજગાર કચેરી અને તાલુકા મથકો પર 10 ભરતી મેળા યોજાશે મક (રોજગાર)ની કચેરી તરસાલી ખાતે ટેકનીકલ ગ્રેજ્યુએટ કે માસ્ટર તથા વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુ.ઈ.બી) કચેરી, ચમેલી બાગ,એમ એસ યુનિ કેમ્પસ ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો ચાલશે. બંને રોજગાર કચેરી દ્વારા વડોદરા જીલ્લાના એમ્પ્લોયર કંપની કે સંસ્થા (નોકરીદાતા)ને સ્થાનીક અને અભ્યાસ કરેલ ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે રોજગાર કચેરી અને તાલુકા મથકો પર કુલ 10 જેટલા ભરતી મેળાનું આયોજન કર્યું છે. 

  • Follow us on: