- ક્રિકેટમાં અમ્પાયરના ઘણા નિર્ણયો પર થતો હોય છે વિવાદ
- શાન મસૂદના આઉટના નિર્ણયને લઇ થયો વિવાદ
- વિકેટ ગુમાવ્યા બાદ શાન અમ્પાયર સાથે ભિડ્યો
ક્રિકેટના મેદાન પર રોમાંચક મેચો વચ્ચે અમ્પાયરના ઘણા નિર્ણયો પર વિવાદ થતો જોવા મળે છે. આવું જ કંઈક પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં જોવા મળ્યું. રાવલપિંડી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં પાકિસ્તાનનો કેપ્ટન શાન મસૂદ એવી રીતે આઉટ થયો હતો કે તેની વિકેટને લઈને વિવાદ થયો હતો. પોતાની વિકેટ ગુમાવ્યા બાદ શાન નારાજ થઈ ગયો અને અમ્પાયર સાથે ભિડી ગયો હતો. ચાલો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો..!
સાતમી ઓવરમાં થયો વિવાદ
બન્યું એવું કે સાતમી ઓવરમાં જ્યારે શોરીફુલ ઈસ્લામે પાંચમો બોલ ફેંક્યો ત્યારે ડાબોડી બેટ્સમેન શાન મસૂદ તેના પર પીટાઈ ગયો. આ બોલ તેના બેટ અને પેડની વચ્ચેથી પસાર થયો હતો. બોલ ગેપમાંથી બહાર આવતાની સાથે જ પાછળ ઉભેલા બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસે તેનો કેચ પકડ્યો હતો. આ કેચ જોઈને બાંગ્લાદેશ કેમ્પ આનંદથી ઉછળી પડ્યો હતો, પરંતુ ફિલ્ડ અમ્પાયરે આઉટ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.
અમ્પાયરના નિર્ણયથી નારાજ થયો શામ મસૂદ
આ પછી બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ DRS લીધું. જેમાં થર્ડ અમ્પાયરને લાગ્યું કે ગેપમાંથી બહાર નીકળતી વખતે બોલ બેટની ધારને સ્પર્શી ગયો હતો. આ બાબત થોડી ગૂંચવણભરી પણ હતી કારણ કે બોલ બેટથી થોડે દૂર પસાર થયા પછી જ સ્પાઇક દેખાતી હતી. આ પછી થર્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય લીધો અને શાનને આઉટ ગણાવ્યો. શાનને આઉટ જાહેર થતાં જ તે ગુસ્સે થઈ ગયો. તે આ અંગે અમ્પાયરનો સામનો પણ કરતો જોવા મળ્યો હતો. તે મેદાન પરના અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો.
પાકિસ્તાની ચાહકોના નિશાના પર અમ્પાયર
થર્ડ અમ્પાયર માઈકલ ગફ પોતાના નિર્ણયને કારણે પાકિસ્તાની પ્રશંસકોના નિશાના પર છે. એવું લાગતું હતું કે કદાચ તે પોતાનો ચુકાદો આપવામાં થોડો ઉતાવળો હતો. બાદમાં, શાન મસૂદ ડ્રેસિંગ રૂમમાં તેના આઉટ થયાનો રિપ્લે જોતો જોવા મળ્યો હતો. તે જ સમયે, તે તેની ટીમના ખેલાડીઓને બતાવી રહ્યો હતો જ્યારે ટેકનિકમાં કોઈ ભૂલ હતી.