ગુજરાતભરમાં RTOની કામગીરી ઠપ્પ થઈ છે, કારણ કે રાજ્યના 800થી વધુ RTO અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરતા RTOની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે અને અરજદારોને ફરી એક વાર હેરાન થવાનો વારો આવ્યો છે. પડતર માગણીઓનો ઉકેલ ના આવતા કર્મચારીઓ નારાજ થયા છે અને આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
50 ટકાથી વધુ અધિકારીઓ વિરુદ્ધ ચાલી રહી છે ખાતાકીય તપાસ













