અમદાવાદ જિલ્લામાં આવેલ બાવળા નગરપાલિકા આજે ચર્ચાનું કેન્દ્ર બની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શનું કર્યું. પાલિકા ચૂંટણીમાં ભાજપે મોટાભાગની તમામ બેઠકો પર જીત નોંધાવી. પરંતુ અમદાવાદ જિલ્લાની બાવળા નગરપાલિકામાં અન્ય પક્ષોએ ભાજપને ટક્કર આપી. ચૂંટણી પરિણામો બાદ બાવળા નગરપાલિકામાં માત્ર એક બેઠક જીતનાર BSP પાલિકામાં ગેમ ચેન્જરની ભૂમિકામાં આવી ગઈ છે.
માત્ર એક બેઠક જીતનાર BSP બની કિંગ













