સુરત મહાનગર પાલિકાના વોર્ડ નબર 18માં ખાલી પડેલી એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ નો વિજય થયો છે. તેમનો કુલ 7,086 મતોથી વિજય થયો હતો
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18 (લિંબાયત-પર્વત-કુંભારીયા)ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજ રોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં 93 બુથ પર કુલ 33,332 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર જીતુંભાઈ કાછડનો વિજય થયો હતો. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ 7,086 મતે વિજેતા જાહેર થયા હતા.













