• જૈન સમાજના સાધુઓને લાંછન લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

  • આ વાયરલ વીડિયોથી સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ
  • હાલમાં પાલીતાણામાં સાધુઓ દ્વારા ચાર્તુમાસ કરવામાં આવી રહ્યા છે

પાલીતાણામાં જૈન સમાજના સાધુઓને લાંછન લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૈન સમાજના સુરી સમુદાયના એક કહેવાતા સાધુની લંપટલીલાનો આ વીડિયો વાયરલ થયો છે. ત્યારે જૈન સાધુની લંપટ લીલાના આ વાયરલ વીડિયોથી સમગ્ર જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. તમને જણાવી દઈએ કે હાલમાં પાલીતાણામાં સાધુઓ દ્વારા ચાર્તુમાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ચર્ચા વધી છે. જો કે તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયોની પુષ્ટી સંદેશ ન્યૂઝ કરતુ નથી.

રાજકોટમાં પણ સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી સામે દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ

રાજકોટના ખીરસરા ઘેટિયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી ધરમસ્વરૂપદાસ પર દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ લાગ્યો છે. રાજકોટમાં સ્વામિનારાયણના સંતોની ભોગ બનેલી પીડિતા મીડિયા સમક્ષ આવી અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી છે. પીડિતાએ કહ્યું કે મને facebookના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને ફ્રેન્ડશીપ કરી હતી, ત્યારબાદ ગુરુકુળ ખાતે મળવા માટે બોલાવી અને મારી સાથે બળજબરી કરી હતી.

શારીરિક સંબંધ બાંધતા પીડિતા ગર્ભવતી થઈ

ત્યારે વધુ જાણકારી આપતા પીડિતાએ કહ્યું કે ગુરુકુળના ગેસ્ટ રૂમમાં મારી સાથે સ્વામીએ લગ્ન કર્યા હતા અને લગ્ન કર્યા બાદ સ્વામીએ હવે હું તારો પતિ કહેવાવું તેમ કરી બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હોવા આક્ષેપ પીડિતાએ કર્યા છે અને શારીરિક સંબંધ બાંધતા પીડિતા ગર્ભવતી થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે ગર્ભવતી થતા સ્વામી દ્વારા ગર્ભપાતની ગોળી મોકલાવી ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હોવાની વાત પીડિતાએ કહી છે.


  • Follow us on: