વડોદરા શહેરમાં પણ ઇ કેવાયસી ફરજિયાત કરાતા શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પ્રથમ ઇ કેવાયસી કરાવવા દબાણ થતાં વિદ્યાર્થીઓ પણ વાલીઓની સાથે કરકડતી ઠંડીમાં સ્કૂલોમાં રજા પાડી કેવાયસી કરાવવા સવારે 5:00 વાગ્યાથી લાઈનમાં લાગી જાય છે,ત્યારે વહેલી તકે સરકાર કોઈ નીતિ બનાવે તેવી વાલીઓએ માંગ કરી છે.


વાલીઓ ઉભા રહ્યાં લાઈનમાં

સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે રેશનીંગ કાર્ડ અને આધારકાર્ડને લિંક કરવા માટે ઈ કેવાયસી ફરજિયાત કર્યું છે જેને લઇ શાળાઓમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને તાત્કાલિક ઈ કેવાયસી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારની સિસ્ટમમાં યોગ્ય સુવિધાઓને ઉભી નહીં કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ધર્મ ધક્કા ખાવાના વખત આવતા હોય છે. સરકારના સર્વર કેટલીક વખત ડાઉન થતાં કામગીરીને પણ અસર પહોંચતી હોય છે. તો બીજી તરફ ઈ કેવાયસી માટે વિદ્યાર્થીઓને પણ સાથે રાખવાના હોય વાલીઓ પોતાના બાળકોને શાળાઓમાં રજા પાડી સવારે 5:00 વાગ્યાથી કડકડતી ઠંડીમાં લાઈનો લગાવવી પડે છે અને લાઈનોમાં ઉભા રહ્યા.

સર્વરમાં તકલીફ

છતાં પણ સર્વર ચાલશે કે કેમ તેમનો નંબર આવશે કે કેમ તેવા જ સવાલો ઊભા થતા હોય છે. કેટલાક વાલીઓ છેલ્લા એક સપ્તાહથી તો કેટલાક વાલીઓ સતત બે દિવસથી કેવાયસી માટે સવારથી લાઈનોમાં ઊભા રહે છે પરંતુ કોઈને કોઈ કારણસર તેમને ધક્કા ખાવાનો જ વખત આવતા સરકારી તંત્ર પર રોષ ઠાલવ્યો છે. વાલીઓની એક જ માંગ છે કોઈપણ યોજના બહાર પાડો તો સૌપ્રથમ તેની યોગ્ય સિસ્ટમ ગોઠવવી જોઈએ જેથી કરીને વાલીઓ કે બાળકોને સુવિધા નો અહેસાસ ના થાય અને સરળતાથી કામ થાય તેવી માંગ કરી છે.

શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC ફરજિયાત છે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી સહાય યોજનાઓ બહાર પાડે છે અને વિદ્યાર્થીઓએ તે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ વર્તમાન સ્થિતિએ અપડેટ હોવું જરૂરી છે. હાલમાં કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય માટે કાર્યવાહી શરૂ છે. જેમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળી શકે.

લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા

સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં બાયોમેટ્રિક સહિત તમામ વિગતો સાથે બંને કાર્ડ લિંક હોવા પણ જરૂરી છે અને ત્યારબાદ સરકારની પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા એપ્રુવલ માટે કાર્યવાહી કરવાની રહે છે, ત્યારે હાલના સમયમાં રેશનકાર્ડ અને બાયોમેટ્રિકની વિગતો સરકારના પોર્ટલમાં અપડેટ કરવા છતાં ડેટા ફેચ નહીં થતાં બાળક સરકારી શિષ્યવૃતિ માટે લાભથી વંચિત રહી જાય છે અને ધક્કાઓ ખાવા મજબૂર બને છે.

લોકો કામ ધંધો છોડી ભાડા ખર્ચીને ધક્કો ખાવા મજબૂર

અહીંયા નથી પંખા કે પાણી પીવાની સગવડ, જેથી લોકોના હાથમાં રહેલા ડોક્યુમેન્ટ દ્વારા લોકો ગરમીથી રાહત મેળવવા માટે હાથ વડે પંખો નાખતા જોવા મળ્યા હતા. આ e kycની મજબૂરીએ લોકોને કામ ધંધો છોડી ભાડા ખર્ચીને ધક્કો ખાવા મજબૂર કર્યા છે. ફરી એકવાર e kycની સાથે સાથે રેશનકાર્ડમાં નામ સુધારા વધારા તેમજ શાળામાંથી મળતી શિષ્યવૃતિ માટે આધારકાર્ડ લીંક કરવા માટે નાનાથી લઈ મોટા લોકો લાઈનોમાં લાગ્યા છે. ત્યારે ડિજિટલ યુગમાં પણ લોકો સરકારના એક નિર્ણય સામે મજબૂર બન્યા છે. ત્યારે ક્તારોમાં કલાકો ઉભા રહેવા છતાં કોઈ કામ ન થતાં તેમજ સગવડના અભાવ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: