- નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ ઝોનલ યુનિટે પાર પાડયુ ઓપરેશન
- ફિલીપાઈન્સની રહેવાસી જીનાલીન પડીવાન લિમોનની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી
- મહિલાને કોર્ડન કરીને તેની પાસે રહેલા સામાનની તપાસ કરતા તેમથી હેરોઈન ડ્રગ્ઝ મળી આવ્યું
અમદાવાદ NCBએ ફિલીપાઈન્સની મહિલાને 2.121 કિલો હેરોઈન ડ્રગ્ઝના જથ્થા સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફિલીપાઈન્સ મહિલાને ઝડપી પાડી છે,આ મહિલા મૂળ ફિલીપાઈન્સની રહેવાસી છે,તો એનસીબીને મળેલી બાતમીના આધારે તપાસ કરતા મહિલાના બેગમાંથી હેરાઈન ઝડપી પાડયું હતુ.
અમદાવાદ એનસીબીની કાર્યવાહી
નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અમદાવાદ ઝોનલ યુનિટે ખુબ જ મહત્વનું ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ સિન્ડીકેટની કમર તોડી નાંખી છે. 2.121 કિલો હેરોઈનના જથ્થા સાથે ફિલીપાઈન્સની રહેવાસી 41 વર્ષીય મહિલા જીનાલીન પડીવાન લિમોનની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરી છે. ગત રાત્રીના મહિલા હેરોઈનનો જથ્થો લઈને એરપોર્ટની બહાર આવી હતી.મહિલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ્ઝનો જથ્થો ગુજરાતમાં પહોચાડવાનો હતો.
અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ
3 સ્કૂલ બેગમાં નોટબુક, કંપાસ, લંચ બોક્સની વચ્ચે 10 કરોડની કિંમતનું હેરોઇન સંતાડ્યું હતું ડ્રગ્ઝનું અમદાવાદ નેટવર્ક શોધવા ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એટીએસ પણ તપાસમાં જોડાઈ.આ મહિલા 3 સ્કૂલ બેગમાં નોટબુક, કમ્પાસ બોક્સ અને લંચ બોક્સની આડમાં ત્રણ પેકેટમાં હેરોઈન લઈ આવી હતી. જોકે આ હેરોઇનની ડિલિવરી અમદાવાદમાં કોને કરવાની હતી તે દિશામાં એનસીબીએ તપાસ શરૂ કરી છે.
હેરોઇનના નમૂના એફએસએલમાં મોકલાયા
જીનાલિન પાસેથી મળી આવેલા 2.12 કિલો હેરોઈનના ત્રણ પેકેટમાંથી એનસીબીની ટીમે થોડા થોડા નમૂના લઈને તે તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. એનસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હેરોઈન કઈ ક્વોલિટીનું છે તેના પરથી તેનો ભાવ નક્કી કરી શકાશે. આ ઉપરાંત એનસીબીની ટીમે જીનાલીનને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે.