• 850 ગ્રામ ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં જપ્ત
  • મોજપ દરિયાકિનારેથી 45 લાખનું ડ્રગ્સ જપ્ત
  • 2 દિવસ અગાઉ 16 કરોડથી વધુનું મળ્યું હતું ડ્રગ્સ

દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સ મળ્યુ છે. જેમાં 850 ગ્રામ ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં મોજપ દરિયાકિનારેથી રૂપિયા 45 લાખનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. દરિયાકાંઠેથી ચરસ, ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત્ છે. 2 દિવસ અગાઉ 16 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યુ હતુ.

ડ્રગ્સ માફિયાઓ સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ બન્યા

દ્વારકાના મોજપ દરિયા કિનારેથી 850 ગ્રામ ચરસનો રૂપિયા 42 લાખની કિંમતનો જથ્થો બિન વારસી મળી આવ્યો છે. જેમાં ત્રણ દિવસમાં બીજો બિન વારસી ચરસનો જથ્થો દ્વારકાના દરિયા કિનારેથી મળી આવતા ચકચાર મચી છે. ડ્રગ્સ માફીયાઓ માટે દ્વારકાનો દરિયો કેન્દ્ર બનતો જતો હોય તેવો ઘાટ ઉભો થયો છે. અવારનવાર દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસના જથ્થા ઝડપાતા ચકચાર મચી છે. જેમાં દરિયા કિનારેથી બિન વારસી જથ્થા મળી આવતા ડ્રગ્સ માફિયાઓ સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ બન્યા છે.

મોજપ ગામના દરિયા કિનારેથી 850 ગ્રામ ડ્રગ્સ મળી આવતા ચકચાર

કિનારે બિન વારસી ચરસ મળી આવે છે પણ કિનારા સુધી કેમ પહોંચી જાય છે ચરસ અને ડ્રગ્સના પેકેટ તે ચર્ચાનો વિષય બન્યો છે. બે દિવસ પહેલા વરવાળા ખાતે 30 કિલો ચરસનો રૂપિયા 16 કરોડથી વધુ કિંમતનો જથ્થો બિન વારસી મળી આવ્યા બાદ વધુ એક બિનવારસી જથ્થો મોજપ ગામના દરિયા કિનારેથી 850 ગ્રામ મળી આવતા ચકચાર મચી છે. પોલીસ અને કોસ્ટગાર્ડ સહિત દરિયામાં પેટ્રોલિંગ કરતી બોટોને અંધારામાં રાખી દ્વારકાના દરિયા કિનારા સુધી કેમ પહોંચી રહ્યો છે નશાનો કાળો કારોબાર તે એક પ્રશ્ન છે.


  • Follow us on: