• બિનવારસી હાલતમાં ડ્રગ્સના 30 પેકેટ મળ્યા
  • વરવાળા નજીકથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  • ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ

દ્વારકાના વરવાળા પાસેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના 30 પકેટ ઝડપાયા છે,32 કિલો વજન ધરાવતો ડ્રગ્સનો જથ્થો દરિયા કિનારે બિનવારસી હાલતમાં પડયો હતો,આ ડ્રગ્સની અંદાજિત કિંમત 30 કરોડ જેટલી થાય છે.ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી આવ્યો આટલો જથ્થો હતો કે હજુ પણ વધારે હોઈ શકે તે સહિતની તમામ બાબતોનું રૂપેણ બંદર વરવાળા તેમજ બેટ દ્વારકામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.SOG તેમજ દ્વારકા પોલીસની ટીમો દ્વારા બંદર વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

નવી મોડરઓપરેન્ડી અપનાવે છે ડ્ર્ગસ માફિયા

મહત્ત્વનું છે કે, ડ્રગ માફિયાઓએ હવે નવો નુસ્ખો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.

ગઈકાલે ઝડપાયુ ડ્રગ્સ

આ નેટવર્કના ભાગરૂપે તાજેતરમાં જ કચ્છના ગાંધીધામ નજીક દરિયાયી કાંઠેથી બાવળની જાળીમાંથી કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી તો ગઈકાલે રાત્રે દ્વારકા નજીક દરિયામાં ફેંકી દેવાયેલ ડ્રગ્સના પેકેટો તણાઈને રૂપેણ બંદરથી લઈને વરવાળા ગામ વચ્ચે પહોંચ્યા હતાં. મોડી રાત્રે દરિયાયી કાંઠે ડ્રગ્સના પેકેટો તણાઈને આવ્યા હોવાની પોલીસને જાણ થતાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી દ્વારકાથી લઈને રૂપેણ બંદર વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતના 20થી 25 પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે. હજુ સવારે પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બે મહિના અગાઉ પણ દ્રારકા એસઓજીએ બિનવારસી ડ્રગ્સ જપ્ત કર્યુ

દ્રારકા SOGની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં આ પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાં રહેલું 897 ગ્રામ ચરસ પોલીસે કબજે લીધું હતું. આ ચરસની કિંમત 44,85,000 ગણવામાં આવી છે. જો કે આ સ્થળે પોલીસને કોઈ આરોપી મળી આવ્યો ન હતો. આ અંગેની પ્રાથમિક તપાસમાં કોઈ શખ્સ દ્વારા આ ચરસનો જથ્થો મંગાવી અને પોલીસના ચેકિંગ દરમિયાન હેરાફેરી કરતા પકડાઈ જવાના બીકે ચરસનો આ જથ્થો દરિયામાં અથવા દરિયાકાંઠે બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો.

  • Follow us on: