- SOGએ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2ની કરી ધરપકડ
- આરોપીઓ પાસેથી 10.76 ગ્રામનુ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત
- વાંકાનેરના મેસરિયા ગામે ચેકપોસ્ટથી ડ્રગ્સ ઝડપાયું
વાંકાનેરના મેસરિયા ગામે ચેકપોસ્ટ પરથી એક કારમાંથી 10 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતુ,મોરબી એસઓજી ટીમ વાહન ચેકિંગ કરતી હતી તે દરમિયાન એક કારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતુ,કારમાં સવાર તરુણ ધનજીભાઈ ફૂલતરિયા અને વિપુલ ધનજીભાઈ ફૂલતરીયાને પોલીસે ઝડપી લીધા છે અને પોલીસે બંને આરોપીઓ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ 10.76 ગ્રામ જપ્ત કર્યું હતુ.એસઓજી ટીમે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથધરી છે.
એટીએસની ટીમને જોઈ આરોપીએ ડ્રગ્સ ફેંકયું
એટીએસની ટીમ સોમવારે ડ્રગ્સની હેરફેર કરતાં શખ્સોની શોધમાં હતી ત્યારે એક કાર પસાર થઈ હતી. જેનો પીછો કરતાં સમયે તે શખ્સો ડ્રગ્સના પેકેટ ફેકી નાસી ગયા હોવાની ચર્ચા સાંભળવા મળી છે ત્યારે કચ્છ માથી જ બે શખ્સોને પકડયા બાદ એટીએસની ટીમે કચ્છમાં થતી ડ્રગ્સની હેરફેર પર મોટી કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ હજુ એક વર્ષ પહેલા જ મીઠીરોહર નજીકથી ૮૦૦ કરોડનો ડ્રગ્સ પકડાયા છતાં સ્થાનિક એજન્સીઓ સતર્ક ન થતાં ડ્રગ્સ માફિયાઓ ગાંધીધામ વિસ્તારમાં ફાવી ગયા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.
અમદાવાદની પોસ્ટઓફિસામાંથી ડ્રગ્સ ઝડપાયું
પોસ્ટ ઓફિસ સર્વિસથી આ હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે.રમકડા, ચોકલેટ, વિટામીન પાઉડરના પેકેટમાં ડ્રગ્સની હેરાફેરી થતી હતી. શાહીબાગની ઓફિસમાં 14 પાર્સલની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. USA, કેનેડાથી આવેલા પાર્સલમાંથી 1.25 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાર્સલમાંથી 3.54 કિલો ઈમ્પોર્ટેડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
ગુજરાત પોલીસ ડ્રગ્સને લઈ એક્શન મોડમાં
ગુજરાતમાં ડ્રગ્સનું સેવન ધીરે ધીરે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાત પોલીસની ટીમો એક બાદ એક દરિયાઈ માર્ગેથી, જમીની માર્ગેથી હોય કે પછી એર પાર્સલમાં આવતા ડ્રગ્સ કનસાઈનમેન્ટ એક બાદ એક પકડી રહી છે. તેમ છતાં ડ્રગ્સ માફીયાઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડી અપનાવીને ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરાવી રહ્યા છે.