- LSD ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપાયો
- ડાર્કવેબ પરથી ઓનલાઈન મંગાવાતું હતુ ડ્રગ્સ
- પોલીસે એક આરોપીને ફરાર જાહેર કર્યો
Surat SOG પોલીસને મોટી સફળતા મળી છે જેમાં અઠવા વિસ્તારના નાનપુરા ગાંધી સ્મૃતિ પાછળથી એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે,170 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બીટુકુમાર પાંડે અને પ્રશાંત પ્રજાપતિની ધરપકડ કરાઈ છે.આ ડ્રગ્સ 10 ગ્રામ છે પણ જેની કિંમત 42 લાખ રૂપિયા છે.
3 દિવસ પહેલા મંગાવ્યું ડ્રગ્સ
પાલનપુર પાટિયાની કૃષ્ણકુંજ સોસાયટીમાં હીરા વેપારીના ઘરે એસઓજીના સ્ટાફે ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન વેપારીના ઘરમાં કબાટમાંથી LSD ડ્રગ્સની 9 પડીકી 170 મિલિગ્રામ અને હાઇબ્રિડ ગાંજો મળી 42.65 લાખના નશીલા પદાર્થો મળી આવ્યા હતા. આ નશીલા પદાર્થો આરોપી વેપારી ડાર્ક વેબ પરથી મંગાવતો હતો. 3 દિવસ પહેલાં LSD ડ્રગ્સનું પાર્સલ બેંગકોકથી આવ્યું હોવાનું જાણવા મળતાં સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફે વેપારીને ત્યાં દરોડા પાડયા હતા.
ડ્રગ્સનો વેપાર કરતા હોવાની પોલીસને શંકા
હાલમાં હીરા વેપારી પાર્થ કેતન મંદિરવાલાને ફરાર જાહેર કર્યો છે. પાર્થ મંદિરવાલા હાલમાં 29 મેએ થાઇલેન્ડ ગયો હતો. તેના પરિવારે જણાવ્યું હતું કે, પાર્ઠ નશીલા પદાર્થનું સેવન કરે છે.પાર્થ દુબઈ-થાઇલેન્ડ હીરાના ધંધા માટે જતો હોવાની ઘરે વાત કરી હતી. ડ્રગ્સના વેપલાની આશંકા લાગી રહી છે. LSDના એક ગ્રામનો ભાવ 25 હજાર છે. 170 મિલિગ્રામ ડ્રગ્સ ઘરમાંથી મળી આવતાં વેચાણ પણ કરતો હોવાની શક્યતા છે.
હજી ઘણી ચોકાવનારી માહિતી સામે આવશે
પાર્થના પિતા હીરાના કારખાનામાં નોકરી કરે છે અને પાર્થ પરિણીત છે. મોટેભાગે તે થાઇલેન્ડ અને દુબઈમાં ધંધા કામ અર્થે ફરતો રહે છે. મોડીરાતે પોલીસે પાર્થના પરિવારજનોની પૂછપરછ કરી હતી. એસઓજી પાર્થના મોબાઇલની ડિટેઇલ્સ અને પાસપોર્ટની તપાસ કરાય તો ઘણી ચોંકાવનારી હકીકતો મળી શકે છે.