• ક્રાઇમ બ્રાન્ચે કુલ 14 પાર્સલ કબજે કર્યો
  • USથી 11 પાર્સલ અને કેનેડાથી 2 પાર્સલ આવ્યા હતા
  • અમદાવાદ, સુરત, તાપી, પાલનપુરમાં જવાના હતા પાર્સલ

અમદાવાદના શાહીબાગની પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ ઝડપી પાડયું છે,થાઈલેન્ડ,યુએસ અને કેનેડાથી આ ડ્રગ્સ આવ્યુ હતુ જેને અમદાવાદ,તાપી,પાલનપુર પાર્સલ મારફતે મોકલવાનું હતું,આ સમગ્ર ઘટના પર ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે,આ ડ્રગ્સ જે તે જગ્યા પર પહોંચાડવા માટે વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

બે એજન્સીનું સંયુકત ઓપરેશન

ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ગઈકાલે એક સંયુકત ઓપરેશન પાર પાડયુ હતુ,જેમાં પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી કરોડો રૂપિયાનુ ડ્રગ્સ ઝડપી બે વ્યકિતઓની અટકાયત કરી હતી,રમકડા સહિતની વસ્તુઓની આડમાં આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતુ.હાઈબ્રીડ ગાંજાની ફોરેઈન સર્વિસની હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.


મુદ્દામાલ કરાયો જપ્ત

રમકડા, ચોકલેટ, વિટામીન પાઉડરના પેકેટમાં ડ્રગ્સની હેરાફેરી થતી હતી. શાહીબાગની ઓફિસમાં 14 પાર્સલની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. USA, કેનેડાથી આવેલા પાર્સલમાંથી 1.25 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પાર્સલમાંથી 3.54 કિલો ઈમ્પોર્ટેડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.


સરપ્રાઈઝ ચેકિંગ હાથધરાયું

અમદાવાદમાં એમ ડી ડ્રગ્સ સૌથી વધારે વપરાશ થાય છે. જેથી તેની સપ્લાય ચેઇનમાં ૩૦૦થી વધુ નાના-મોટા પેડલર્સનું નેટવર્ક ચાલે છે. જેના દ્વારા પ્રતિદિન લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં શહેરમાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા ૬૬ જેટલા આરોપીઓનુ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: