- અમદાવાદ સહિત વડોદરા અને સુરત ખાતે ચાલી હતી તપાસ
- CID ક્રાઇમ સાથે IT અને EDની ટીમ કરી રહી હતી તપાસ
- પાર્સલમાંથી નસાનો કારોબાર ચાલતો હોવાની આશંકાએ તપાસ તેજ
રાજ્યની CID ક્રાઈમ અને અન્ય એજન્સીઓ દ્વારા 10 દિવસ પહેલાં અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આવેલી આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા.પોલીસી તપાસમાં એવી પણ વાત સામે આવી છે કે હવાલાકાંડ સાથે સાથે ડ્રગ્સ કનેક્શન સુધીના તાર પર બહાર આવી શકે છે,10 દિવસથી CG રોડ પરની અનેક આંગડિયા પેઢીઓ બંધ હાલતમાં જોવા મળી છે,તો બીજી તરફ એક બાદ એક ખુલાસાઓ આવતા આંગડીયા પેઢીના માલિકોમાં ખળભળાટ જોવા મળ્યો છે.
ડ્રગ્સના હવાલા આંગડીયાથી થયા હોવાની શકયતા
ગુજરાત અને રાજસ્થાનના ડ્રગ્સ કેસમાં કેટલાક મની ટ્રાન્સફરના હવાલા અમદાવાદ અને રાજ્યની અલગ અલગ આંગડિયા પેઢીઓમાંથી થયા હોવાના પગલે આ દરોડા પડ્યા હોવાની શક્યતા છે. સીજી રોડ પર આવેલી H M આંગડિયા પેઢીને પૈસા ટ્રાન્સફર કરવાના મામલે દિલ્હી NCB દ્વારા સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું.
HM આંગડીયા પેઢીને એનસીબીની નોટીસ
એચએમ આંગડિયા પેઢીની ઓફિસની બહાર દિલ્હી NCBના ઇન્સ્પેક્ટર દ્વારા મોકલવામાં આવેલા સમન્સની કોપી ચોંટાડેલી જોવા મળી હતી, જેમાં મનોહરલાલ ઐનાનીને ટ્રાન્સફર કરેલા પૈસા અંગેની માહિતી આપવા છેલ્લાં બે વર્ષના નાણાકીય વર્ષના હિસાબો સાથે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. 22મીના રોજ દિલ્હી ખાતે આવેલી એનસીબીની ઓફિસમાં આંગડિયા પેઢીના જવાબદાર વ્યક્તિને હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યો હતો.

હવાલાને લઈ તપાસનો ધમધમાટ
રાજસ્થાનના જોધપુર ખાતે જે એમડી ડ્રગ્સ અને અન્ય ડ્રગ્સ ઝડપાયું તેમાં મુંબઈ, રાજસ્થાન અને ગુજરાતનું કનેક્શન નિકળ્યું હતું. રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રગ્સના વેપારના કેટલાક મની ટ્રાન્સફરના હવાલા આંગડિયા પેઢીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ શક્યતાઓના પગલે જ રાજ્યની વિવિધ એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની પૂરી શક્યતા છે.
કઈ રીતે સમગ્ર કૌભાંડ સામે આવ્યું
આ આગાઉ ગત 9મેના રોજ ક્રિકેટ સટ્ટા, કોલ સેન્ટરમાં 10 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયાના 40થી 50 બેન્ક ખાતાં પોલીસને મળ્યા હતા. આ તપાસમાં આ પૈસા આંગડિયા દ્વારા હવાલાથી દુબઈ મોકલાયાનું ખૂલતાં સીઆઈડી ક્રાઈમે ઈન્કમટેક્સની ટીમોને સાથે રાખી અમદાવાદ, સુરતની 20થી વધુ આંગડિયા પેઢી પર દરોડા પાડ્યા હતા. અમદાવાદની પીએમ અને એચએન પેઢી પર દરોડા પડાયા હતા. કેટલાક બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયાની માહિતી મળતાં સીઆઈડી ક્રાઈમની ટીમે ગુપ્ત રીતે આંગડિયા પેઢીની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.