• કર્મચારી અલકાપુરી ઓફિસથી એક્ટિવ પર જઈ રહ્યો હતો
  • બેગ તપાસવાના બહાને રોકડ રકમ લૂંટી ફરાર થયા
  • પોલીસના સ્વાંગમાં આવ્યા હતા બે ઇસમો

વડોદરાના ભીમનાથ બ્રિજ નજીકથી 36 લાખની રોકડ રકમ લઈને પસાર થતા આંગડિયા પેઢીના કર્મચારી લૂંટાયા છે. જેમાં પોલીસની ઓળખ આપી આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી લેવાયો હતો. તથા થેલામાંથી રકમ કાઢી લઈ ફરાર થઈ જતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓને ઝડપી પાડવા 17 જેટલી ટીમો કાર્યરત કરી છે.

મહિલાના પલંગ ઉપર તેને બેગ મુકાવી પૂછપરછ કરી

શહેરના ભીમનાથ બ્રિજ નજીકથી અલકાપુરી ખાતે આવેલ એચ.એમ. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીનો કર્મચારી હરપાલસિંહ જાડેજા પેઢીમાંથી થેલામાં મૂકી 36 લાખ રૂપિયાની રોકડ લઈ વાયા ભીમનાથ બ્રિજ થઈ સુલતાનપુરા વિસ્તારમાં આવેલ પેઢીમાં જઈ રહ્યો હતો. તે સમયે તેની પાછળ બુલેટ પર આવેલ ઈશમે પોલીસની ઓળખ આપી તેને રોક્યો હતો અને ફૂટપાથ પર રહેતી મહિલાના પલંગ ઉપર તેને બેગ મુકાવી તેની પૂછપરછ કરી હતી. જ્યાં મહિલા વચ્ચે પડતા તેને પણ પોતાની ઓળખ પોલીસની આપી ધમકાવી હતી. ત્યારબાદ અન્ય ત્રણ પણ આવ્યા હતા. જેમાં પોલીસની ઓળખ આપનારે આંગડિયા પેઢીના કર્મચારીને વાતોમાં પોરવી તેની બેગ ચેક કરી અંદરથી 500 રૂપિયાના બંડલ પાછળથી આવી સરકાવી દીધા હતા અને કોઈને પણ ફોન કરવા નહીં તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સોના અને 200 ના બંડલો બેગમાં પરત મૂકી આરોપી બુલેટ લઇ ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્ય ઈશમો ચાલતા ભાગી છૂટ્યા હતા. જે ઘટના અંગે ફરિયાદી હરપાલસિંહ જાડેજા સયાજી ગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ફરિયાદી હરપાલસિંહ જાડેજાનું ઇન્ટરોગેશન કરી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.

કર્મચારી ઉપર કોઈએ વોચ રાખ્યું હોવાની પણ શંકા

જે જગ્યાએ બનાવ બન્યો હતો તે પ્રત્યક્ષ દર્શી મહિલા કલ્પોબેને સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બુલેટ પર આવેલા ઈસમે પાછળથી આવેલા અન્ય ઇશમોને બેગ ચેક કરવાના બહાને 500 500 રૂપિયાના બંડલો સેરવી દીધા હતા અને પછી આરોપી બુલેટ લઈને રોંગ સાઈડ જ ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્ય ઈશમો ચાલતા જતા રહ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ એચ.એમ. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના સંચાલક અવિરાજસિંહ પરમાર સયાજી ગંજ પોલીસ મથકે દોડી આવ્યા હતા. જ્યાં સંદેશ સાથેની વાતચીતમાં તેમણે રકમ લઈને નીકળેલા કર્મચારી ઉપર કોઈએ વોચ રાખ્યું હોવાની પણ શંકા દર્શાવી હતી.

  • Follow us on: