• 34 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 પેડલરની કરાઈ ધરપકડ
  • યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર
  • અઠવા, લાલગેટ, મહિધરપુરા વિસ્તારના આરોપીઓ

સુરતના રાંદેર વિસ્તારમાંથી MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળતા ટ્રેપ ગોઠવીને રંગે હાથે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે,આરોપીઓ મુંબઈથી ટ્રેન મારફતે ડ્રગ્સ લાવી સુરતમાં તેનું વેચાણ કરતા હતા,આરોપીઓ અઠવા,લાલગેટ અને મહિધરપુરાના રહેવાસીઓ છે,અગાઉ પણ આ લોકોએ કયાં અને કોને ડ્રગ્સ આપ્યું છે તેને લઈ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

2 જૂન 2024ના રોજ ઝડપાયું ડ્રગ્સ

પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રગ્સ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જે દરમ્યાન સુરત પોલીસને વધુ એક વખત ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ડાર્ક વેબ મારફતે LSD ડ્રગ્સ વિદેશથી મંગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાઈબ્રીડ ગાંજાના જથ્થાને પોલીસે ઝડપી પાડયો હતો.

અમુક પેડલરો ઓનલાઈન ડ્રગ્સ મંગાવે છે

અમુક પેડલરો સોશિયલ મીડિયા તથા ડાર્કવેબનો ઉપયોગ કરીને LSD ડ્રગ્સ તથા હાઈબ્રીડ ગાંજો વેચવાની પ્રવૃતિ સાથે જોડાયેલા છે. આરોપીઓ પર 4 મહિનાથી વોચ રાખવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદમાં પણ આ પ્રકારનો એક કેસ સામે આવ્યો હતો જેમાં બેંકોકથી આવેલા અમુક પાર્સલો જપ્ત થયા હતા જેથી સુરતમાં પણ પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બાતમીના આધારે આરોપીના ઘરે દરોડો પાડીને મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

અઠવાડીયા અગાઉ 10 લાખનું ડ્રગ્સ ઝડપાયું સુરતમાં

સુરતમાંથી 10 લાખના MD ડ્રગ્સ સાથે બે શખસ ઝડપાયા હતા. અઠવા પોલીસને મળતી માહિતી અનુસાર સરદાર સ્મૃતિ ભવનની સામે કદમફલી રો હાઉસથી કાદરસાની નાળ તરફ બે યુવક બાઈક પર ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા. જે બાતમી આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠ હતી. બંને યુવકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યા હતા. યુવકોની તપાસ કરતા 100 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કુલ કિંમત 10 લાખ આસપાસ થાય છે.

  • Follow us on: