• વડોદરા કપુરાઇ બ્રિજ નજીક અકસ્માતમાં 1નું મોત
  • ટ્રેઇલરની પાછળ પીકઅપ વાન ઘુસી જતા અકસ્માત
  • ઇજાગ્રસ્ત ક્લિનરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

વડોદરા કપુરાઇ બ્રિજ નજીક અકસ્માતમાં 1નું મોત થયુ છે. જેમાં ટ્રેઇલરની પાછળ પીકઅપ વાન ઘુસી જતા અકસ્માત થયો છે. તેમાં વાનનું કેબીન કાપી મૃતદેહ બહાર કઢાયો છે. તેમજ ઇજાગ્રસ્ત ક્લિનરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

અકસ્માત સ્થળ પર પોલીસે પહોંચી વધુ તપાસ હાથધરી

અકસ્માત સ્થળ પર પોલીસે પહોંચી વધુ તપાસ હાથધરી છે. કપુરાઇ બ્રિજ નજીક ઓવરટેક કરવા જતા બોલેરો પિકઅપ વાન અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત થયો છે. ટ્રેઇલરની પાછળ બોલેરો પીકઅપ વાન ઘુસી જતા ચાલકનું મોત નીપજ્યું છે. તેમજ ઘાયલ થયેલ ક્લીનરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ કેબીન કાપી ફસાઈ ગયેલ ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

બ્રિજ પર અકસ્માતને પગલે ટ્રાફિકજામ થતા પોલીસે ટ્રાફિકને હળવો કરાવ્યો

બ્રિજ પર અકસ્માતને પગલે ટ્રાફિકજામ થતા પોલીસે ટ્રાફિકને હળવો કરાવ્યો હતો. તેમજ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ રાજકોટ અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે પાટણમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતા. જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયાની ઘટના સામે આવી હતી. તો પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં પતિ-પત્ની અને 2 બાળકોના મોત થયા હતા.

કાર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો

પશુને બચાવવા જતાં કાર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાણીના ખાડામાં કાર ડૂબી જવાથી 4 વ્યક્તિઓના મોત થયુ હોવાનું સામે આવ્યુ હતું. ફાંગલીનો પરિવાર ચારણકા ખાતે લગ્નમાં જઈ રહ્યો તે સમય અકસ્માત નડ્યો હતો. તથા પાદરાના જંબુસર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. કારનું ટાયર ફાટતા બાઈકને અડફેટે લેતા આ ઘટના બની હતી. તેમજ બાઈક સવાર 2 લોકોના મોત થયા હતા.

  • Follow us on: