- નાની બાળકીઓને ઈજાઓ પહોંચી
- નશાબાજ કારચાલકની કરાઈ અટકાયત
- મૌલિક પ્રજાપતિના નામના શખ્સે સર્જ્યો અકસ્માત
વડોદરામાં ગત મોડી રાત્રે એક અકસ્માતની ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે. અહીં વડોદરાના વાસણા રોડ પરની આ ઘટના હોવાનું કહેવાઈ રહ્યું છે. માહિતી પ્રમાણે નશામાં ધૂત એક યુવાન કારચાલકે અન્ય ગાડીઓને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. જેના પછી કારમાં બેસેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
વડોદરામાં ગઈકાલે તથ્ય પટેલ જેવી ઘટના બનતા રહી ગઈ હોય એવું કહી શકાય. અહીં શહેરમાં તંત્રના નિર્દેશો છતાં પણ રફ્તારના રાક્ષસો બેફામ છે. એવું વધુ એકવાર સામે આવ્યું છે. ગત મોડી રાત્રે બનેલી એક ઘટનામાં નશાબાજ કારચાલકે અન્ય ગાડીઓને ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો. આ ઘટના વડોદરાના વાસણા રોડ પર બની હતી. આ અકસ્માતની ઘટનાના પગલે નાની બાળકીઓને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અન્ય ગાડીઓમાં બેઠેલા લોકોમાં પણ ગભરાટનો માહોલ હતો. જેના પગલે નશેબાજ કારચાલક મૌલિક પ્રજાપતિની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હોવાનું સામે આવ્યું છે.
રફતારના રાક્ષસો હજુ પણ બેફામ છે. વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે મોડી રાત્રે અન્ય વાહનોને અડફેટે લેતા એક બાળકી ઇજાગ્રસ્ત થઈ છે. જોકે નશાખોર કાર ચાલકની ધરપકડ કરી લેવાઈ છે. ગત મોડી રાત્રે વાસણા રોડ ખાતે નશામાં ધૂત કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અન્ય બે થી ત્રણ કારને અડફેટે લીધી હતી જેમાં એક બાળકી ને માથામાં ભાગે ઇજાઓ થઈ છે અને અન્ય વાહનોને નુકસાન થયું છે. બનાવને પગલે લોકટોળા સ્થળ પર ઉમટી આવ્યા હતા અને નશાખોર કાર ચાલક મૌલિક પ્રજાપતિની ધરપકડ કરી છે. અકસ્માત વખતે કાર એટલી સ્પીડમાં હતી કે નવી નક્કોર કારમાં બેસેલા નશાખોરને પણ આંખોમાં અને ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત બાળકીના પિતા કહી રહ્યા છે કે અકસ્માત સર્જ્યા બાદ નશાખોરને એ પણ ખ્યાલ ન હતો કે તે પોતે ક્યાં છે.
આ ઘટના પછી વડોદરા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ આ મામલે હવે તો ખુદ નશાખોર કાર ચાલક ને અકસ્માત બાદ ડહાપણ આવ્યું છે અને પોતે અકસ્માત બાદ દુઃખી હોવાનું કહી રહ્યો છે એવી જાણકારી સામે આવી હતી. મહત્વનું છે કે નશાખોરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા વાહનો સાથે માત્ર કારની ટક્કર થઈ હતી, જો આ ઘટના વધુ ગંભીર બની હોત અને ટ્રાફિકવાળી જગ્યાએ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકવાની પણ શક્યતાઓ હતી.