• એથરની આગ બાજુની શાન ડાઈંગ મિલમાં પ્રસરી હતી
  • સાફ-સફાઈ દરમિયાન સિમેન્ટનું પતરું પડતા યુવકનું મોત
  • એથર કંપનીને પ્રોડક્શન પ્રોહિબીટેડ ઓર્ડર કરાયો

સુરતના સચિન GIDC માં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાનો મામલે વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. જેમાં એથર કંપનીમાં આગની ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા હોવાની વિગતો આવી હતી. જ્યાં આગને પગલે નુકસાનમાં સાફ-સફાઈ દરમિયાન એક યુવક પર પતરું પડતા મોત થયું છે.

આ અંગેની માહિતી અનુસાર, એથર ઇન્ડસ્ટ્રીઝની બાજુની શાન ડાઈંગ મિલમાં લાગી હતી. જેના પછી આગને પગલે નુકસાન થતા સાફ-સફાઈ ચાલી રહી હતી. જે દરમિયાન અચાનક જ સિમેન્ટનું પતરું એક યુવક પર પડતા મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. જેની સાથે જ એથર ની દુર્ઘટનામાં મૃત્યુઆંક 8 ને પાર પહોંચ્યો છે.

જ્યારે બીજી તરફ એથર ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ અને આગની ઘટના બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ એક્શનમાં આવ્યું છે. જેની સાથે જ એથર કંપનીને પ્રોડક્શન પ્રોહિબીટેડ ઓર્ડર કરાયો છે. જેમાં કંપનીમાં હવે કોઈપણ પ્રકારનું પ્રોડક્શન નહીં થઈ શકે તેવી વિગતો સામે આવી છે.

નોંધનીય છેકે, એથર કંપનીમાં મંગળવારે રાત્રે અચાનક સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થવાની ગોઝારી ઘટનામાં 7 કામદારો બળીને ભળથુ થઇ ગયા હતા. જ્યારે 28 કર્મચારીઓ દાઝી ગયા હતા. સચિન જીઆઇડીસીમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લી. કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં મોતને ભેટેલા કામદારો અને ઇજાગ્રસ્ત માટે કંપની દ્વારા સહાય આર્થિક સહિતની સહાય જાહેર કરવામાં આવી છે.


  • Follow us on: