• ગત રાત્રે રાતે દોઢ વાગે પહેલો બ્લાસ્ટ થયો હતો
  • ગત રાત્રે 3 વાગ્યે થયો હતો બીજો પ્રચંડ બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં 27 દાઝ્યા, 3ની હાલત અત્યંત ગંભીર

સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝમાં અકસ્માતની ઘટનામાં 7 લોકોના મોત નિપજતાં અરેરાટી ફેલાઈ છે. કંપનીના 20થી વધુ કામદાર હજુ સારવાર હેઠળ છે. ઘટના બાદ પ્લાન્ટ કાટમાળમાં ફેરવાયો છે. જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી પ્લાન્ટ બંધ કરાવી દીધો છે. ત્યારે સુરત GPCBના પ્રાદેશિક અધિકારી ડો. જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે, આમાં કંપનીની ભૂલ નથી પણ અકસ્માત છે.

કેમિકલ કંપનીમાં બનેલી ઘટના અંગે GPCB ના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગનું કારણ જાણી શકાયું નથી. કંપનીમાં જે પણ જાનહાનિ અને માલહાનિ થઈ છે એ અંતર્ગત અત્યારે સ્થળ પર ગઈકાલથી અમારી તપાસ ચાલે છે. આજે વહેલી સવારથી તપાસ ચાલુ કરી છે. આ દરમિયાન 7 લોકોના માનવ કંકાલ છે એ મળી આવ્યાં છે.

તેમજ GPCB કંપની અંગે પૂછવામાં આવતાં જણાવ્યું કે, આ એક અકસ્માત જે છે એ કોઈ પ્લાન્ડ ઈવેન્ટ નથી હોતી. અનપ્લાન્ડ ઈવેન્ટ હોય છે. મિસ હેપનિંગ કે આપણે પણ ચાલતા હોઈએ ત્યારે ક્યારેક પડી જતા હોઈએ છીએ. પ્રાથમિક દ્રષ્ટિએ કંપનીની ભૂલ હોય એવું લાગતું નથી. કંપનીની અંદર તપાસ કરી તો અંદર સેફ્ટીના ઈક્વિપમેન્ટ અને સેફ્ટીની પોલિસી છે એ અપટુ ધ માર્ક છે. જેના કારણે નુકસાન ઓછું થયું છે.


29 નવેમ્બરની સાંજે માહિતી સામે આવી હતી કે 7 કામદાર લાપતા હતા. આ કામદાર ટેન્કની આસપાસ હતા જે ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 કામદારના નામ

  • દિવ્યેશ પટેલ
  • સંતોષ વિશ્વકર્મા
  • સનતકુમાર મિશ્રા
  • ધર્મેન્દ્રકુમાર
  • ગણેશ પ્રસાદ
  • સુનિલ કુમાર
  • અભિષેક સીંગ

  • Follow us on: