• સચિન GIDCમાં એથેર કંપનીમાં બે પ્રચંડ વિસ્ફોટ થયા
  • ગત રાત્રે રાતે દોઢ વાગે પહેલો બ્લાસ્ટ થયો હતો
  • ગત રાત્રે 3 વાગ્યે થયો હતો બીજો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો

સુરતમાં એથેર કંપનીમાં આગ લાગવાના મુદ્દે લાપતા 7 કામદારોના મૃતદેહ મળ્યાં છે. તેમાં સચિન GIDCમાં એથેર કંપનીમાં બે પ્રચંડ વિસ્ફોટ થયા હતા. ગત રાત્રે રાતે દોઢ વાગે પહેલો બ્લાસ્ટ થયો હતો. તથા ગત રાત્રે 3 વાગ્યે બીજો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટમાં 27 લોકો દાઝ્યા તેમજ 3ની હાલત અત્યંત ગંભીર

ઉલ્લેખનીય છે કે બ્લાસ્ટમાં 27 લોકો દાઝ્યા છે. તેમજ 3ની હાલત અત્યંત ગંભીર છે. તથા કલેક્ટર અને સુરત પોલીસ કઈ બોલવા તૈયાર નથી. લાપતાના મૃતદેહ મળશે કે કેમ તે અંગે તર્ક - વિતર્ક થઇ રહ્યા છે. સચિન GIDCમાં એથેર કંપનીમાં બે પ્રચંડ વિસ્ફોટ થયા હતા. સ્ટ્રક્ચર નબળું પડતા કંપનીની અંદર જવું મુશ્કેલ છે. જેમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા 27 કારીગરો દાઝ્યા હતા. તેમાં 27 કામદારો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એથેર કંપનીમાં આગ લાગી હતી.

જાણો સમગ્ર ઘટના શું હતી

મંગળવારે મોડીરાતે દોઢેક વાગ્યાના અરસામાં સચિન જીઆઈડીસી સ્થિત રોડ નં. 8 પર આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. નામની રસાયણ કંપનીમાં રો-મટિરિયલ્સના વેરહાઉસની સામે ટ્રેક્ટા ડાયડ્રો ફર્ન (ટીએચએફ) ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી હતી. એથર ઇન્ડસ્ટ્રીઝની સામેની બાજુ આવેલી ઓફિસ બિલ્ડિંગના બારીના કાચ તૂટી ગયા હતા. ફાયર ફાઈટિંગ દરમિયાન મધરાતે ત્રણ વાગે વધુ એક બ્લાસ્ટ થતા લોકોને જીવ બચાવી ભાગવું પડયું હતું.

150 કર્મચારી કંપનીમાં હતા, બિલ્ડિંગ સ્ટેબિલિટી રિપોર્ટ બાદ તપાસ

એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. રસાયણ કંપનીમાં ત્રણ શિફ્ટ અને એક જનરલ શિફ્ટમાં કર્મચારી કામ કરે છે. મંગળવારે મોડીરાતે આ દુર્ઘટના ઘટી તે સમયે કાયમી અને કોન્ટ્રાક્ટના મળી 150 જેટલા કર્મચારી કામ કરી રહ્યા હતા. જે પૈકી 27 કર્મચારી દાઝી ગયા હતા. દુર્ઘટના બાદ કંપનીમાં અવરજવર બંધ કરવામાં આવી છે. બિલ્ડિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ આવ્યા બાદ કંપનીમાં જઈને તપાસ કરવામાં આવશે.

આગના પગલે શેરનો ભાવ રૂા.77 તૂટયો

આગની ઘટના બાદ બુધવારે એથર ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એક જ દિવસમાં કંપનીનો શેર રૂ. 77 જેટલો તૂટયો હતો અને ઘટીને સીધો રૂપિયા 829. 40 ઉપર આવી ગયો હતો. એથર ઇન્ડસ્ટ્રીઝ વર્ષ 2013થી શરૂ થઈ છે. જેમાં ફાર્માસ્યૂટિકલ, એગ્રોકેમિકલ, કોટિંગ, હાઈ ક્લોલિટી ફોટોગ્રાફી, રાસાયણિક ઉદ્યોગના તેલ અને ગેસ સેગમેન્ટને લગતા કેમિકલ બને છે. આ ઉપરાંત કંપનીના સીએમડી અશ્વિન દેસાઈને વિશ્વવિખ્યાત ફોર્બ્સ મેગેઝિન-2023ની બિલિયોનેરની યાદીમાં પણ સ્થાન મળ્યું છે.


  • Follow us on: