• બાળકીનો અઢી વર્ષીય ભાઈ પણ મેલેરિયાની ઝપેટમાં
  • બન્ને બાળકને છેલ્લા 7 દિવસથી આવતો હતો તાવ
  • મૂળ મધ્યપ્રદેશનો પરિવાર રહે છે સુરતમાં

સુરતમાં રોગચાળાએ બાળકીનો જીવ લીધો છે. જેમાં ઝેરી મેલેરિયાથી 5 વર્ષીય બાળકીનું મોત થયુ છે. બાળકીનો અઢી વર્ષીય ભાઈ પણ મેલેરિયાની ઝપેટમાં છે. બન્ને બાળકને છેલ્લા 7 દિવસથી તાવ આવતો હતો. મૂળ મધ્યપ્રદેશનો પરિવાર સુરતમાં રહે છે.

શહેરમાં રોગચાળો બેકાબુ થયો થયો

શહેરમાં રોગચાળો બેકાબુ થયો થયો છે. ઝેરી મેલેરિયાને કારણે 5 વર્ષની બાળકી આન્યા વિશ્વકર્માનું મોત થયુ છે. બીજુ અઢી વર્ષના બાળકને પણ ઝેરી મેલેરિયા થયો છે. તેથી બાળક રિતિક પણ સિવિલમાં દાખલ છે. બંને બાળકને છેલ્લા સાત દિવસથી તાવ આવતો હતો. પરિવાર છેલ્લા એક મહિનાથી વતન મધ્યપ્રદેશથી સુરત આવ્યો હતો. પરિવાર સુરતના જોલવા પલસાણા વિસ્તારમાં રહે છે.

તબિયત લથડતા સિવિલમાં દાખલ કરાયા હતા

ગઇકાલે પાંડેસરા વિસ્તારમાં મેલેરિયાથી યુવકનું મોત થયુ છે. તેમજ સચિનમાં ઝાડા ઉલ્ટીના બાદ યુવતીનું મોત થયુ હતુ. છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા ઉલ્ટી થયા હતા. નજીકના દવાખાનામાં યુવતીએ દવા કરાવી હતી. તબિયત લથડતા સિવિલમાં દાખલ કરાયા હતા. તેમાં સિવિલમાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત થયુ છે. શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીના કારણે સચિનમાં યુવતીનું મોત થયુ હતુ. સચિન જીઆઈડીસી વિસ્તારમાં 42 વર્ષિય પરવીનબેનને છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા ઉલ્ટી થયા હતા. ત્યારે નજીકના દવાખાનામાં તેમની દવા કરાવી હતી. તથા તબિયત લથડતા સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.

  • Follow us on: