- પાંડેસરા વિસ્તારમાં મેલેરિયાથી યુવકનું મોત
- સચિનમાં ઝાડા ઉલ્ટીના બાદ યુવતીનું મોત
- તબિયત લથડતા સિવિલમાં દાખલ કરાયા હતા
સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં પાંડેસરા વિસ્તારમાં મેલેરિયાથી યુવકનું મોત થયુ છે. તેમજ સચિનમાં ઝાડા ઉલ્ટીના બાદ યુવતીનું મોત થયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા ઉલ્ટી થયા હતા. નજીકના દવાખાનામાં યુવતીએ દવા કરાવી હતી.
તબિયત લથડતા સિવિલમાં દાખલ કરાયા હતા
તબિયત લથડતા સિવિલમાં દાખલ કરાયા હતા. તેમાં સિવિલમાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત થયુ છે. શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીના કારણે સચિનમાં યુવતીનું મોત થયુ છે. તેમજ પાંડેસરામાં મેલેરિયાથી યુવકનું મોત થયુ છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં 42 વર્ષિય પરવીનબેનને છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા ઉલ્ટી થયા હતા. ત્યારે નજીકના દવાખાનામાં તેમની દવા કરાવી હતી. તથા તબિયત લથડતા સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
અગાઉ પણ ભરથાણામાં 1 વર્ષના બાળકનું તાવમાં મોત થયુ હતુ
બીજા બનાવમાં પાંડેસરાના પરવેશનું મલેરિયાથી મોત થયુ છે. અગાઉ પણ ભરથાણામાં 1 વર્ષના બાળકનું તાવમાં મોત થયુ હતુ. શહેરમાં વરસાદ બાદ રોગચાળો યથાવત છે. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયુ હતુ. જેમાં આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. વરસાદ બાદ પણ રોગચાળો યથાવત છે. જેમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે.