• AMA પ્રમુખની મોટી ચેતવણી

  • ડોક્ટરે આપી રોગચાળો વધવાની ચેતવણી
  • શ્વસનતંત્રના રોગોનું વધી શકે છે પ્રમાણ

આજે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં માવઠાની અસરના પગલે વરસાદ પણ ખાબક્યો હતો. જો કે હાલમાં રાજ્યમાં શિયાળાની ચાલુ ઋતુમાં વરસાદ વરસતા મિશ્ર ઋતુ સર્જાઈ છે. જેને લઈને ડોક્ટરે રોગચાળો વધવાની ચેતવણી આપી છે.

આ મામલે જાણીતા ડોક્ટર અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. તુષાર પટેલે સંદેશ ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોએ હવેના માહોલમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આવા માહોલમાં મિશ્ર ઋતુની અસર વર્તાશે. જેના લીધે હવે લોકોમાં શરદી, ખાંસી અને શ્વાસના રોગોનું પ્રમાણ વધવાની પૂરી શક્યતાઓ છે. માવઠાની સાથે લગ્ન સીઝન હોવાથી લોકોમાં બહારનું ખાવાનું ચલણ વધે તેવી શક્યતાઓ પણ છે. જેને લઈને પણ ડોક્ટરે ચેતવ્યા હતા.

ડોક્ટર તુષાર પટેલે સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે માવઠા પછીના હવામાનના માહોલના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થવાની શક્યતાઓ છે. લગ્ન સમારંભો હોવાતી લોકોમાં બહારનું ખાવાનું વધશે જેના લીધે રોગોનું પ્રમાણ વધી શકે તેમ છે. આ મોસમમાં વૃદ્ધો, બાળકોની ખાસ તકેદારી રાખવાનું પણ ડોક્ટર તુષાર પટેલે સૂચન કર્યું હતું.

ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર એવા તુષાર પટેલે લોકોને ચેતવતા ખાસ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના પગલે હવે હવામાનમાં ઠડીની અસર પણ વધતી જોવા મળી રહી છે. જેના લીધે શ્વસન તંત્રના રોગો અને વાયરલ ઈન્ફેક્શનના રોગોનું પ્રમાણ વધી શકે તેમ છે. ખાસ કરીને સંવેદનશીલ લોકો જેવા કે વૃદ્ધ વડીલો અને નાના બાળકોની આવા સમયમાં ખાસ તકેદારી રાખવા માટેનું સૂચન કર્યું હતું. આમ હાલ લોકોને પોતાનું અને સગાવહાલાઓનું સ્વાસ્થ્ય આવા સમયમાં ખાસ જાળવવું જોઈએ.


  • Follow us on: