• તાવ આવ્યા બાદ 5 વર્ષની બાળકીનું મોત
  • લિંબાયતમાં 5 વર્ષીય બાળકીનું નિધન
  • સારવાર દરમિયાન બાળકીનું મોત

સુરત શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજયમાં તમામ જગ્યાઓએ શરદી-ખાંસી અને તાવના કિસ્સા વધી રહ્યા છે. સુરતમાં 5 વર્ષની બાળકીનું મોત થયું છે. મળતી માહિતિ અનુસાર બાળકી છેલ્લા 5 દિવસથી તાવનો શિકાર બની હતી.

તાવનો શિકાર બનેલી બાળકીનું મોત

સુરતના લિંબાયત શહેરમાં આ ઘટના બની છે. અહીં છેલ્લા 5 દિવસથી બાળકીને તાવ આવી રહ્યો હતો અને ત્યારબાદ તેની સારવાર પણ ચાલી રહી હતી. સારવાર સમયે તાવમાં સપડાયેલી 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.

શું કરે છે પરિવાર

5 વર્ષની બાળકીનું તાવમાં મોત થયું છે. બાળકીના પરિવારની વાત કરીએ તો તે સુરત સ્ટેશને હોટલમાં રસોઈયાનું કામ કરે છે. સંતોષદાસની પુત્રી તાન્યાનું મોત થયાનું સામે આવ્યું છે. પરિવારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

  • Follow us on: