- શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં ધરખમ વધારો
- એલર્જીક દર્દીઓ માટે આ સિઝન સૌથી વધુ જોખમી
- રાજકોટમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. જેમાં શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં ધરખમ વધારો થયો છે. તેમજ એલર્જીક દર્દીઓ માટે આ સિઝન સૌથી વધુ જોખમી છે. તથા સિવિલ હોસ્પિટલમાં 50 ટકા દર્દીઓનો વધારો થયો છે.
રોજના 2500 દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે
રોજના 2500 દર્દીઓ ઓપીડીમાં આવી રહ્યા છે. જેમાં નાના મોટા સૌ કોઈ ઝપેટમાં આવી રહ્યા છે. તથા બાળકો અને મોટા લોકોની ઓપીડીમાં ધરખમ વધારો થયો છે. દિવાળીના તહેવારોમાં ડોક્ટરો 24 કલાક તૈનાત રહેશે. તથા ઇમરજન્સી વિભાગમાં તબીબોને ખડેપગે રહેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ સાચવજો નહિ તો દિવાળી બગડશે. જેમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વધ્યો છે. શરદી, ઉધરસ અને તાવના દર્દીઓમાં ધરખમ વધારો થયો છે.
સિવિલ હોસ્પિટલમાં 50 ટકા દર્દીઓનો વધારો થયો
એલર્જીક દર્દીઓ માટે આ સિઝન સૌથી વધુ જોખમી છે. તેવામાં સિવિલ હોસ્પિટલમાં 50 ટકા દર્દીઓનો વધારો થયો છે. રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળો બેકાબુ બની રહ્યો છે. જેના વચ્ચે રાજકોટમાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુ ,ચિકન ગુનિયાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં બેકાબૂ રોગચાળાએ 5 માસની બાળકીનું તાવના કારણે મોત થયું હતુ. રાજકોટ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે.
કોર્પોરેશન દ્વારા ફોગીંગની કામગીરી ચાલી રહી છે
આ સાથે જ સતત વકરી રહેલા રોગચાળાને કારણે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે અગાઉ એક યુવકનું ઝાડા ઉલટીને કારણે મોત થતાં હાહાકાર મચ્યો હતો. તાવના 54 અને ઝાડા ઉલટીના 180 કેસ સામે આવ્યાં છે. જ્યારે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના આઠ આઠ અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. જેની સાથે જ ડેન્ગ્યુ ,ચિકનગુનિયાના કેસો સતત વધારો થયો છે. સામાન્ય તાવ,શરદી,ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે. જેમાં એક સપ્તાહમાં સામાન્ય બીમારીના 1056 કેસ નોંધાયા છે. શરદી ઉધરસના નવા 822 કેસ નોંધાયા છે. જ્યારે 207 કોમર્શિયલ અને 37 આસામીને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ફોગીંગની કામગીરી ચાલી રહી છે.