• સચિન GIDC વિસ્તારમાં એથર કંપનીમાં આગ
  • માલિકો અને સંચાલકો દ્વારા માહિતી છુપાવવાનો પ્રયાસ
  • દુર્ઘટનામાં 3 કારીગરોની હાલત ગંભીર

સુરતમાં આવેલા સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ અંગે ફાયર વિભાગની ટીમને કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ દોડ્યા હતા. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે. ઘટના સમયે આસપાસ કામ કરતા 20 કામદાર દાઝી ગયા છે. જેમાં ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે.

આ અંગેની માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેના બાદ સુરત મહાનગર પાલિકા અને સચિન નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેની ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રચંડ વિસ્ફોટ અને આગની ઘટનામાં ઈજાગ્રસ્ત 20 જેટલાં કામદારોને પ્લાન્ટની બહાર ખસેડીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


જ્યારે આગ અંગે માલિકો અને સંચાલકો દ્વારા માહિતી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે મીડિયાના સવાલોથી દૂર ભાગ્યા માલિકો, સંચાલકો જેમાં કોઈ અઘટિત ઘટના ઘટી છે કે કેમ તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. તેમજ બ્લાસ્ટ એટલો મોટો હતો કે ત્રીજા માળે આવેલ ફ્લોર ન બારી બારણાં તૂટી ગયા છે. જેના કારણે તપાસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં દુર્ઘટનામાં 3 કારીગરોની હાલત ગંભીર છે. જેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


આગની ઘટના બાદ સચિન એસીપી આર એલ માવાની પણ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની અવર-જ્વરની કામગીરી દરમિયાન અડચણ ન આવે તેમ જ ફાયરની ઘટના અંગે માહિતી મેળવી હતી. તેમજ આગ કાબૂમાં લીધા બાદ કુલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 15થી વધુ ફાયર ફાયટરોએ આગ બુઝાવી હતી.

  • Follow us on: