- સુરતમાં નાની બાબતમાં યુવાનની હત્યા
- નાસ્તાની લારી ચલાવતા પરિવાર પર હુમલો
- 1નું મોત અને 3 અન્ય લોકો સારવાર હેઠળ
સુરતમાં ચોરીનો મોબાઈલ નહિ ખરીદતા અસામાજિક તત્વોએ 20 વર્ષીય યુવકની હત્યા કરી છે. ગત 15 તારીખે લુખ્ખા તત્વોએ શ્રમજીવી પરિવારના ચાર સભ્યો પર ચપ્પુના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના આખરે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.
સુરત શહેર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં નાસ્તાની લારી ચાલવતા પરિવારના ચાર સભ્યો પર અસામાજીક તત્વોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કર્યો છે. જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ શિવાજી પાર્કમાં સમોસામાં નાસ્તાની લારી પર એક જ પરિવારના ચાર લોકો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે. ચારને નવી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ચાર પૈકી એક યુવકની હાલત ગંભીર હતી. જ્યારે ટૂંકી સારવાર બાદ આખરે રાજ પ્રજાપતિ નામના યુવકનું મોત નીપજ્યા પરિવાર પર આભ ફાટયું છે.













