- પાંડેસરા ના નાગશેન નગર માં એક બાળકને શ્વાન કરડ્યું
- 8 વર્ષ ના બાળક ઘર નજીક રમી રહ્યો હતો ત્યાં શ્વાને બચકું ભર્યું
- સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ લઇ જવામાં આવ્યો હતો
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. જેમાં વિવિધ જગ્યા પર ક્યાંક ને ક્યાંક લોકો ભોગ બની રહ્યા છે. જ્યાં એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનો ઉપર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે પૂરતી ન હોવાની રાવ ઉઠી છે. એક પછી એક શ્વાનના આતંકના બનાવો સામે આવી રહ્યાં છે.
આ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં રખડતાં શ્વાને ઘર નજીક શેરીમાં રમતાં 8 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેથી બાળકને સારવાર માટે નજીકના સેન્ટર પર ખસેડવામાં આવ્યો હતો. પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેનનગરમાં એક 8 વર્ષનું બાળક જ્યારે ઘર નજીક રમી રહ્યું હતું, ત્યારે રખડતાં શ્વાને બાળકને બચકાં ભરી લીધા હતાં. પીઠના ભાગે શ્વાને બચકાં ભરી લેતા બાળકે બૂમાબૂમ કરી હતી.












