- ઘર નજીક રમતા બાળક પર શ્વાનનો હુમલો
- બાળકને માથાના ભાગે 7 ટાકા આવ્યા
- હુમલોમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી
રાજ્યભરમાં રખડતા શ્વાનો આતંક યથાવત છે, ત્યારે હવે સુરતમાં શ્વાને 2 વર્ષના બાળક પર હુમલો કર્યો છે. સુરતના પર્વત ગામમાં એક 2 વર્ષના બાળક પર શ્વાને અચાનક હુમલો કરી માથા પર બચકું ભરી લીધું હતું. ઘરની સોસાયટીમાં બાળકો રમી રહ્યાં હતાં, જ્યાં અચાનક શ્વાનને આવીને બાળકનું માથું મોઢામાં નાખ્યું હતું, જેથી બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં 7 ટાંકા લેવા પડ્યા હતા.
આ અંગેની માહિતી અનુસાર, વિજય રામ પર્વત ગામમાં આવેલા સંતોષનગરમાં પરિવાર સાથે રહે છે. તેમનો બે વર્ષીય દીકરો શિવાન્સ સહિત બે પુત્ર છે. વિજય કાપડ માર્કેટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા રસોઈ કરી રહી હતી અને શિવાન્સ ઘર બહાર રમી રહ્યો હતો, ત્યારે સોસાયટીમાં રમતાં બાળકો પર શ્વાન તૂટી પાડ્યો હતો.













