- સવારે 9 વાગે આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ
- ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળ પર
- માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે
સુરતની જૂની બોમ્બે માર્કેટમાં આગ ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં માર્કેટની અંદર આવેલી 3 દુકાનોમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગવાની સાથે જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ અંગેની માહિતી અનુસાર આજે સવારે 9 વાગ્યાની આસપાસ સુરતમાં આવેલા જૂની બોમ્બ માર્કેટમાં આગ લાગી હતી અને આગ લાગતાં જ તાત્કાલિક માર્કેટ ખાલી કરાવવામાં આવ્યું હતું. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે. તેમજ આગમાં કોઇ વ્યક્તિઓ ફસાયા હોવાની જાણકારી મળી નથી.













