- શ્વાન સામે આવતા માતા-પુત્રને નડ્યો અકસ્માત
- માતા-પુત્ર બાઈક પરથી નીચે પટકાયા
- માતાનું સારવાર દરમિયાન નિપજ્યું મોત
સુરતમાં રખડતા શ્વાને મહિલાનો ભોગ લીધો છે. જેમાં શ્વાન સામે આવતા માતા-પુત્રને અકસ્માત નડ્યો હતો. તેમાં માતા-પુત્ર બાઈક પરથી નીચે પટકાયા હતા. જેમાં ગઈકાલે માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. 17 નવેમ્બરે શ્વાન આડે આવતા અકસ્માત સર્જાયો હતો.
રખડતાં ઢોર અને શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે
હવે રખડતા શ્વાને મહિલાનો ભોગ લીધો. તેમાં રખડતું કૂતરું સામે આવી જતા અકસ્માત નડ્યો હતો. બાઈકનું બેલેન્સ નહીં રહેતા માતા-પુત્ર નીચે પટકાયા હતા. ભટાર આઝાદ નગરમાં પરિવાર રહે છે. ગુજરાતમાં રખડતાં ઢોર અને શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. રાહદારીઓ રખડતા શ્વાનના હૂમલાનો ભોગ બની રહ્યાં છે. રાજ્યના અનેક વિસ્તારોમાં શ્વાનના હૂમલાને કારણે અનેક લોકોને મોટી ઈજાઓ પહોંચવાના કેસ પણ સામે આવ્યાં છે. ત્યારે ભાવનગરમાં પણ ચાર સંતાનની માતાને ગાલ અને શરીર પર બચકાં ભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
ચાર સંતાનોના માથેથી માતાની છત્ર છાયા મટી ગઈ
ભાવનગરના જેસર દેપલા ગામમાં રખડતાં શ્વાને એક મહિલા પર હૂમલો કર્યો હતો. હડકાયા શ્વાને મહિલાને ગાલ અને શરીર પર જબરદસ્ત બચકાં ભર્યાં હતાં. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મહિલા ચાર સંતાનોની માતા હતી. તેમના મોત બાદ ચાર સંતાનોના માથેથી માતાની છત્ર છાયા મટી ગઈ છે.