• ગોવામાં ચાલી રહ્યો છે 54મો IFFI
  • હોલિવૂડ અભિનેતા માઈકલ ડગ્લાસે કરી પીએમ મોદીની પ્રશંસા
  • માઈકલ ડગ્લાસને સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' એનાયત

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓની નામના ન માત્ર દેશ પરંતુ વિદેશમાં પણ એટલી જ છે. વિદેશ પ્રવાસ થકી તેઓએ ભારતની ઇમેજને મજબૂત કરવાનું કાર્ય કર્યુ છે. જો કે ભારત પોતાના સરાહનીય કાર્યો અને સેવાઓને કારણે પણ વિદેશમાં નામના ધરાવે છે. પછી તે કોરોના વેક્સિન હોય કે પછી કોઇ દેશની આર્થિક મદદની વાત હોય. ત્યારે ફિલ્મ ક્ષેત્રે પણ પીએમ મોદીની વાહવાહી થઇ રહી છે. ગોવામાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટીવલમાં હોલિવૂડ અભિનેતાએ પીએમ મોદીના વખાણ કર્યા છે.

માઇકલ ડગ્લાસ છે ભારતમાં

પ્રખ્યાત હોલિવુડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા માઈકલ ડગ્લાસ હાલ ભારતમાં છે. પોતાની પ્રતિભાના આધારે તેણે ઓસ્કારથી લઈને એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ સુધીના અનેક એવોર્ડ જીત્યા છે. માઈકલ ડગ્લાસને ગોવામાં આયોજિત 54મા IFFI (International Film Festival of India)માં 'સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. માઈકલ ડગ્લાસ આ એવોર્ડ મેળવીને ખૂબ જ ખુશ છે.

RRRની જીતથી થયા ખુશ

અમેરિકન અભિનેતા અને ફિલ્મ નિર્માતા માઈકલ ડગ્લાસે ભારતીય ફિલ્મ ઉદ્યોગની આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવાની રીત વિશે વાત કરી અને 'RRR'ના સંગીતની પણ પ્રશંસા કરી. ગોવામાં 54મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયામાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું,સંગીત માટે ઓસ્કાર જીતવો એ અદભૂત છે.

પીએમ મોદીની કરી પ્રશંસા

માઈકલ ડગ્લાસે ફિલ્મની પ્રશંસા કરતા વધુમાં જણાવ્યું કે આવી સિદ્ધિઓ ફિલ્મ નિર્માતાઓને સારી ફિલ્મો બનાવવાનો વિશ્વાસ આપે છે. અભિનેતાએ કહ્યું, 'આ અન્ય કોઈપણ ફિલ્મ કરતાં મોટા બજેટની ફિલ્મ હતી અને મને લાગે છે કે તે તમને સારી ફિલ્મો બનાવવાનો પ્રયાસ કરવાનો વધુ આત્મવિશ્વાસ આપે છે.' તેમણે IFFIનો પણ આભાર માન્યો હતો અને ડગ્લાસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિલ્મ નિર્માણ અને નાણાં ક્ષેત્રે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે જેમ મેં ઉલ્લેખ કર્યો છે તેમ મને લાગે છે કે મંત્રી અનુરાગ ઠાકુર તેમજ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ફિલ્મોના નિર્માણ અને ફાઇનાન્સિંગમાં વધુ પૈસા લગાવેલા જોયા છે. તે ખૂબ જ સફળ સમય રહ્યો છે.

દેશ સારા હાથમાં- માઈકલ ડગ્લાસે

તેઓએ પીએમ મોદીના નેતૃત્વ અને કૌશલ્ય વિશે વાત કરતા જણાવ્યુ કે આ ફેસ્ટીવલની સુંદરતા એ છે કે 78 દેશોનું તમે પ્રતિનિધિત્વ કરો છે. જે ફક્ત તમારા ભારતીય ફિલ્માંકનની તાકાતનું પ્રતિબિંબ છે, જે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મને લાગે છે કે તમે ખૂબ સારા હાથમાં છો.”


  • Follow us on: