• માધુરી દિક્ષિતને ભારત સરકાર દ્વારા વિશેષ સન્માન
  • IFFIમાં કરાશે માધુરીનું સન્માન
  • કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી

બોલિવુડની સદાબહાર અને મોસ્ટ ગ્રેસફુલ હિરોઇનમાં ગણના થતી અભિનેત્રીમાંથી એક એવી માધુરી દિક્ષિત. કે જેને લોકો ધક ધક ગર્લના નામથી પણ ઓળખે છે. ત્યારે ભારતીય સિનેમામાં તેમના વિશેષ યોગદાનને લઇને ભારત સરકાર દ્વારા માધુરી દિક્ષિતનુ સન્માન કરવામાં આવનાર છે. તેમ ભારત સરકારે જ એલાન કર્યુ છે

માધુરી દિક્ષિતને કરાશે સન્માનિત

અભિનેત્રી માધુરી દીક્ષિતને 54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 'આજે અમે એ જાહેરાત કરતા ખૂબ જ ખુશ છીએ કે પ્રતિભાશાળી અને પ્રભાવશાળી અભિનેત્રી માધુરી દીક્ષિતને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે.

આજથી ફિલ્મ ફેસ્ટીવલનો પ્રારંભ

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ની 54મી એડિશન શરૂ થઇ રહી છે. પણજી ગોવાના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. . કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, નુસરત ભરૂચા, શ્રેયા ઘોષાલ, સુખવિંદર સિંહ, માધુરી દીક્ષિત, શાહિદ કપૂર, શ્રેયા સરન જેવા સ્ટાર્સ સમારોહના ઉદ્ઘાટનમાં હાજર રહેશે અને પરફોર્મ કરશે.

આ કલાકારો પણ સમારોહમાં ભાગ લેશે

IFFIની 54મી આવૃત્તિ સોમવાર એટલે કે 20 નવેમ્બરથી ગોવાના પણજીમાં શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં શરૂ થઈ છે. અનુરાગ માધુરી અને નુસરત ભરૂચા, શ્રેયા ઘોષાલ, સુખવિંદર સિંહ, શાહિદ કપૂર અને શ્રેયા સરન જેવા સ્ટાર્સ દ્વારા પર્ફોર્મન્સ સાથે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. સારા અલી ખાન અને કરણ જોહર પણ ડાયલોગ સેશનનું આયોજન કરવા જઈ રહ્યા છે. આમાં તે પોતાની ડ્રામા થ્રિલર 'એ વતન મેરે વતન'ની પ્રથમ ઝલક દર્શકો સમક્ષ રજૂ કરશે.

  • Follow us on: