- આણંદના પરિવારની અમેરિકામાં હત્યા
- દોઢ માસ પૂર્વે દંપતી પુત્ર પાસે અમેરિકા ગયા હતા
- પતિ,પત્નિ અને પુત્રની હત્યા કરવામાં આવી
અમેરિકામાંથી એક ગુજરાતી પરિવારની હત્યાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે આ સમગ્ર પરિવાર આણંદનું નિવાસી હતું. આ પરિવારમાં 3 લોકોની હત્યાની જાણકારી સામે આવી છે. જેમાં પરિવારના 23 વર્ષીય દૌહિત્રે જ આ તમામની હત્યા કરી હોવાની માહિતી મળી છે.
આ ઘટના વિશે વધુ માહિતી પ્રમાણે આણંદમાં બાકરોલ રોડ પર આ પરિવાર રહેતું હતું. દોઢ માસ પૂર્વે જ આ દંપતી તેના પુત્ર પાસે અમેરિકા ગયું. જ્યાં દોહિત્ર ઓમ બહ્મભટ્ટે માતા-પિતા અને પુત્ર સહિત ત્રણની હત્યા નીપજાવી. આણંદના પરિવારની અમેરિકામાં હત્યાની જાણકારી સામે આવતા સમગ્ર આણંદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહત્વનું છે જેમની હત્યા થઈ તે ગુજરાત પોલીસના નિવૃત્ત પીએસઆઈ હતા.
અમેરિકામાં આણંદના એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં દોહિત્રએ ખૂની ખેલ ખેલી નાના-નાની અને મામાની ગોળી મારી હત્યા નિપજાવી છે. દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ દ્વારા નિવૃત PI દિલીપ બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને પુત્ર યશ બ્રહ્મભટ્ટની હત્યા કરવામાં આવી છે. જેની પાછળનું કારણ આ પરિવારની વચ્ચે ચાલી રહેલા આંતરિક ઝઘડા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ હત્યારા દૌહિત્રની ઉંમર 23 વર્ષની છે. આ બનાવ ન્યુ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ન્યૂજર્સી પોલીસ દ્વારા ઓમની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, આણંદમાં બાકરોલ રોડ પર આ પરિવાર રહેતું હતું. દોઢ માસ પૂર્વે જ દંપતી પુત્ર પાસે અમેરિકા ગયા હતા. જ્યાં દોહિત્ર ઓમ બહ્મભટ્ટે માતા પિતા અને પુત્ર સહિત ત્રણની હત્યા કરી નાંખી છે. આણંદના પરિવારની અમેરિકામાં હત્યા થતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામી છે. આ ઘટનામાં ગુજરાત પોલીસના નિવૃત પીએસઆઈ ભોગ બન્યા છે, સાથે તેમના પત્ની અને પુત્રની હત્યા થઈ છે. અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યુ જર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં આ ઘટના બની છે. ઘરમાં સોમવારે એમના દોહિત્રએ હત્યાનો ખૂની ખેલ ખેલ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, ઘણા સમયથી પરિવારમાં ઝઘડા ચાલતા હતા. આ ઝઘડો કઈ બાબતને લઈ ચાલી રહ્યો હતો, તે જાણી શકાયું નથી. પણ ઘણા સમયથી ચાલી રહેલા આ પારિવારિક ઝગડાનો કરૂણ અંત આવ્યો છે.